________________
આગમત
આચરણ અગર ચારિત્રરૂપી ધર્મ તે અભિધેયરૂપ છે, પણ અભિધાનરૂપ નથી. અર્થાત વારૂપ છે પણ વાચકરૂપ નથી. પણ ધર્મના વાચકરૂપે જો કોઈ પણ હોય તે તે વાસ્તવિક રીતે શ્રતધર્મ છે, તે શ્રતધર્મ જ્યારે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલે ન હોય તે પછી તે ચારિત્રાદિક ધર્મ જિનેશ્વર મહારાજને કહે છે, એમ કહેવાય નહિ.
- આ વાત તે સહેજે સમજાય તેવી છે કે-વાચક શબ્દ સિવાય પદાર્થમાં જેમ વાપણું આવતું નથી, તેવી રીતે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલે શાસ્ત્રરૂપ શ્રતધર્મ ન હોય તે દિગમ્બરથી કરાતા તપ, જપ ધ્યાન, પૂજા, વ્રત, પચ્ચકખાણ વગેરે સર્વ આચાર્યના શબ્દોનું જ વાચે છે, એમ માનવું જોઈએ.
તેથી તે દિગમ્બરના ધર્મને કઈપણ મનુષ્ય જૈનધર્મ તરીકે મધ્યસ્થ દષ્ટિ હોય તે, કહી કે ઓળખી શકે નહિ. દિગમ્બરોના ધર્મને સામાન્ય રીતિએ લેકે નગ્ન દેવને અને નગ્ન ગુરુઓને માનનારા ધર્મ તરીકે ઓળખેલ છે.
શંકરાચાર્ય સરખા અન્ય મતના આચાર્યોએ શારીરિક ભાષ્ય વગેરેમાં દિગમ્બરને ઉદ્દેશીને ખંડન કરતાં “વિવસન મતનું ખંડન કરાય છે. એવા રૂપે જ વાક્યને પ્રયોગ છે.
દિગમ્બર જેમ પોતાના નગ્નપણ વગેરેના આચારથી દિગમ્બરપણે લેક-લકત્તરમાં પ્રસિદ્ધ છે, તેવી જ રીતે દિગમ્બરે પોતાને વચનથી જ જિનેશ્વર ભગવાનનાં વચનને નહિ માનનારા હેવા સાથે કેવલ આચાર્યોના વચનેને જ માનનારા હોઈ તેઓને આચાર્ય મતવાળા કહીએ તે ખોટું નથી.