________________
૧૮
આગમત ત્યાગ-માર્ગને જરાપણ આંચ આવે તેમાં જૈનેનું તે સર્વસ્વ લૂંટાય છે, ત્યાગમાર્ગની વિદ્યમાનતામાં જ જૈને પિતાનું અને જગતનું કલ્યાણ માને છે, એટલે જ તેઓ ત્યાગમાર્ગને તથા ત્યાગીઓને પૂજે છે. અને તેઓની સેવા–સંરક્ષણાદિ માટે તનતેડ મહેનત કરે છે.
જૈનને પિતાનું બીજુ બધું જાય તે પાલવે તેમ છે, પણ ત્યાગના કિલ્લાની એક કાંકરી પણ ખરે તે પરવડે તેમ નથી અને એને માટે જ તે કેટલાક વર્તમાન વાયરાથી ત્રાહિત થઈ વિરુદ્ધ વર્તનારા, ત્યાગની સામે મોરચો માંડનારા ઘરનાઓને પણ ત્યાગના સાચા અનુયાયીઓ (જૈન) ને પુરતે સામને કરે પડે છે એ પ્રસિદ્ધ છે, ત્યાગમાર્ગની વચ્ચે રાજ્યની ડખલગીરી પણ પ્રભુ માર્ગથી અજાણ વર્ગને આભારી છે. છતાંયે એ વાત એટલી જ સુનિશ્ચિત છે કે–ત્યાગ માર્ગના સંરક્ષણ તથા વિજય માટે ત્યાગ માર્ગના અનુયાયીઓ (જૈન) પિતાથી બનતું બધું જ ર્યા વિના રહેતા નથી, કેમકે ત્યાગ એજ જૈનેનું જીવન છે.
momennarnamne
રત્ન કણિ કા ૦ ત્યાગ અને રાગ વિરોધી છતાં કયારેક એકબીજાના પૂરક
પણ બની જાય, પણ તેથી ત્યાગની ઉપાદેયતા અને રાગની હેયતામાં ફરક પડે નહી. ૦ દરેક પદાર્થોને સાપેક્ષ વિચાર રાગ-દ્વેષની ભૂમિકાને નબળી કરે છે. અને ત્યાગની ભૂમિકાને દઢ કરે છે. કર્મની પ્રબળતાને નિરપેક્ષ વિચાર ત્યાગની ભૂમિકાને મંદ બનાવે છે. .
.