________________
પુસ્તક-૩
અનાગમ–મત
યાને દિગમ્બરોને ધર્મ
[પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ દિગંબની વાફચાતુરીના ફટાટોપને વિખેરવા શાસ્ત્રીયરીતે તેમની શાસ્ત્રીય વિચારણા અકાટયે તર્કો દ્વારા “જૈન તત્વ પ્રકાશ” વર્ષ ૩ અંક ૨-૩ પા, ૬૩-૬૪) માં ચાલીશ વર્ષ પૂર્વે કરેલ જે તાકિદષ્ટિએ જિજ્ઞાસુઓને માટે ખૂબ જ ઉપયેગી ધારી અહીં તેનું પુનઃમુદ્રણ સુધારાવધારા સાથે આપેલ છે.
૪.] સજજનગણ સારી રીતે સમજી શકે છે કે-કેઈપણ મત આગમ વગરને હોય નહિં.
જો કે સામાન્ય રીતે આગમને અર્થશાસ્ત્ર એમ કરાય છે, પણ, દરેક મતને અંગે જે આગમને મૂલ તરીકે ગણવામાં આવે છે. તે આગમ શાસ્ત્રો, સામાન્ય શાસ્ત્ર તરીકે ગણાતા શાસ્ત્રરૂપ હતાં નથી, પણ તે તે મતના મુખ્ય પ્રવર્તક પુરૂષે પ્રવર્તાવેલાં શાસ્ત્રોરૂપી જે આગમ શાસ્ત્રો તે, એ મતના મૂલ તરીકે હોય છે. અન્ય મતાવલંબીઓની આગમને અને માન્યતાઓ
વૈદિકે પોતે મૂલ પુરૂષ તરીકે બ્રહ્માને માને છે અને તે બ્રહ્માએ કહેલા વેદને માનવાવાળા હોઈને તેઓ વૈદિક ગણાય છે.
વ્યાસજી વગેરે બ્રહ્મવાદીઓએ વેદાન્તરૂપે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ કર્યા અને તેથી જે જે વેદાન્તીઓ હોય છે, તે તે ઉપનિષદો અને બ્રહ્મસૂત્રે ખરા અંતઃકરણથી માનવાવાળા હોય છે.
કપિલમતને અનુસરવાવાળાઓ કપિલના કહેલા સાંખ્ય પ્રવચન અને તેના ભાષ્યને માનવાવાળા હોય છે.