________________
આગમત (રસત્યાગ માટે ખાસ તપ આયંબિલ છે, અને તેમાં પ્રગતિમાન થવા માટે વમાન આયંબીલ તપ છે.) તથા સુંદર ભાવનામાં મલિન ભાવેને ત્યાગ છે.
આ બાબતમાં જે ત્યાગ છે, તે પણ ત્યાગને માટે જ, જ્યારે ઇતરમાં તેમ નથી, ત્યાં પણ દાન, શીલ, તપ વિગેરે છે ખરા, પણ તેના સ્વરૂપ, પ્રકાર તથા ધ્યેયમાં તથા જૈનોના દાનાદિના સ્વરૂપાદિમાં આસમાન-જમીનનું અંતર છે.
બીજે દાન પણ ઘણું મેળવવા માટે છે, શીલ તથા તપ પણ શરીર સ્વાચ્ય, સૌંદર્ય સ્વર્ગસંપત્તિ, અપસરાદિની પ્રાપ્તિ માટે છે. જૈનેના તપમાં રસને ત્યાગ જ હોય છે ત્યારે બીજે રસગૃદ્ધિની વૃદ્ધિ હોય છે.
નિરંતર પ્રભુપૂજન, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ પિષધ, ભાવના, તીર્થયાત્રા. રથયાત્રા, સ્વમિવાત્સલ્ય. સંઘ કાઢવો તે, જ્ઞાન પૂજન, સુપાત્રદાન, અભયદાન, અમારિપડહ, શાંતિસ્નાત્ર, અષ્ટાક્ષિક મહેત્સવ, પ્રતિકમણ, બારવ્રત અગર ઓછાયાવત્ એકવ્રતને સ્વીકાર, તેટલાય સામર્થ્યના અભાવે સમ્યકત્વને સ્વીકાર, વિગેરે વિગેરે જૈનમાં ચાલુ હોય છે કે જે ક્રિયાઓ ત્યાગનું જ વાતાવરણ કેળવે છે.
જેન-દર્શનની નાનામાં નાની ક્રિયા પણ સર્વવિરતિના (સર્વત્યાગના) ધ્યેયવાળી હોય છે. જે ક્રિયામાં આ ધ્યેય નથી તે કિયા જૈનદર્શનની નથી. જુદી જુદી તિથિએ તપ કરવા, રેજ ચૌદ નિયમો ધારવા, અમુક ન ખાવું, વિગેરે વિગેરે ત્યાગ કેળવવાની વિવિધ કિયાએ રેજના રિવાજરૂપે જેનેના એક-એક ઘેર વિદ્યમાન છે, જેને સંસારને કારાગાર માને છે, ગૃહસ્થાશ્રમને દુર્ગતિને પ્રતિનિધિ માને છે અને તેથી પિતાને ત્યાં આવતા (લગ્નાદિ) પ્રસંગોએ પણ ત્યાગના ધ્યેયને નહિ ભૂલવા માટે ધાર્મિક પ્રસંગે (અઠ્ઠાઈ ઉત્સવાદિ) ને સમજે છે.