________________
આગમત
તે વાત ઇંદ્રના ધ્યાનમાં બરાબર ઉતરી હતી, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ઈંદ્ર મહારાજે વિનંતિ કરી કે ઉપસર્ગ નિવારણારૂપી વૈયાવચ્ચ માટે હું તમારી સેવામાં આર વર્ષ સુધી રહું! પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ઈંદ્ર મહારાજની વિનંતિને સ્વીકાર ન કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે “અરિહંત ભગવતે કેઈની મદદથી કેવલજ્ઞાન ઉપજાવે નહીં અને તેથી જ અર્થપત્તિથી જણાવ્યું કે તમારે ૌયાવચ્ચમાં રહેવાની જરૂર નથી.
આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ભક્તની ભક્તિને સ્વીકાર ન કર્યો તે પછી ભગવાન રાષભદેવજી મહાશજે આ વિનંતિને સ્વીકાર કરી પંચમુષ્ટિક લેચ રૂપી આચારને ભેદ કેમ કર્યો?
આ વિચાર કરતાં ભગવાન ઋષભદેવજીને જ્ઞાનના ઉત્કૃષ્ટ પણામાં ભરેસે રાખનાર મનુષ્ય તે અચકાયા વિના રહેજ નહિ, છતાં બીજી બાજુ વિચાર કરીએ તે ભક્તોની વિજ્ઞપ્તિને માન આપીને તેના ભાવને ઉલ્લાસ કરવા શય્યાતર પિંડના નિષેધના પ્રસંગમાં શાસ્ત્રકારે શું શું કહે છે? તે ઓછું વિચારવા જેવું નથી. શ્રી કાલકાચાર્ય અને જનશાસન
ભક્તની ભક્તિના પ્રભાવને વિચારતાં કાલકાચાર્ય મહારાજનું દૃષ્ટાન્ત ધ્યાનમાં લેવું જરૂરી છે.
કાલકાચાર્ય મહારાજે તેમજ તેમને અનુસરીને રહેનારા આખા મહાવીર ભગવાનના શાસને ફક્ત સાતવાહન રાજાની વિનંતિ ઉપરથી ભાદ્ર સુદ ૫ ની સંવત્સરી પલટાવીને ભાદરવા સુદ ૪ની સંવત્સરી પ્રવર્તાવી છે.
આવા સંવત્સરી જેવા પર્વના પલટાને જે આખું શાસન માન આપે છે, તેની અસલ જડ ભક્તની વિનંતિ સિવાય બીજું કંઈ નથી, પણ ધ્યાન રાખવાની જરૂર છે કે કાલકાચાર્ય મહારાજ