SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ એવા પ્રાભાવિક પુરુષ હતા કે જેથી તેઓએ ભક્તની વિનંતિનું આપેલું બહુમાન તે વખતના સકલ શાસનને માનનારાઓએ અને પછીના પણ શાસનને માનનારા સર્વજનેએ પરાવર્તનને કબુલ રાખીને વ્યક્ત કર્યું છે. અંચળ ગ૭વાળાઓ પણ કાલકાચાર્યની આચરણને પિતાના શતપદી નામના ગ્રન્થમાં પ્રામાણિકપણે જણાવે છે, અને તેથી જ તે ચેમાસીના ઓગણપચાસ દહાડે સંવત્સરી પહેલાં ગણાવે છે. તેથી તેઓ અસલથી જ કાલકાચાર્ય મહારાજે પલટાવીને પ્રવર્તાવેલી જ સંવછરી જે ભાદરવા સુદ ૪ તેને માનવા. વાળા હતા, પણ પાછળથી પાશચન્દ્ર જેણે કે સોળમી સદીમાં ને મત કાઢયે અને ચોથની સંવત્સરીનું ઉત્થાપન કર્યું, એટલે કેટલાકના લખવા પ્રમાણે કાલકાચાર્ય મહારાજ પછી સત્તર સદી પછી અને કેટલાકના લખવા પ્રમાણે અગિયાર સદી પછી આ પાશચન્દ્ર ચથની સંવત્સરી પલટાવી પાંચમનું તૂત ઊભું કર્યું, આ વાતને અત્રે વધારે ચર્ચવાની જરૂર નથી. પરંતુ માત્ર ભક્તની વિનંતિથી આચારમાં કે પલટો થાય છે? અને તે પલટો પરમ્પરાગત મુનિવરે કેવી રીતે માન્ય કરે છે? એટલા પુરતી આ પ્રસંગે આ હકીકત કહેવામાં આવી છે. યાદ રાખવું જરૂરી છે કે સ્થૂલભદ્ર મહારાજનું વેશ્યાને ત્યાં રહેવું અને ભગવાન રાષભદેવજીનું ચાર મુષ્ઠિક લેચનું કરવું વગેરે વ્યક્તિગત જ માત્ર આચાર ભેદ છે શાસ્ત્ર ઉપર બહુમાન છે , વીતરાગના શાસનની અંતરંગ જાણકારીની ૬ 0 પ્રાપ્તિ સર્વ પ્રભુના હિતકર ઉપદેશોના સંગ્રહરવરૂપ શાસ્ત્રો ઉપર બહુમાન કેળવવાથી મળે છે.
SR No.540008
Book TitleAgam Jyot 1973 Varsh 08
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1973
Total Pages326
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy