SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨–જું અપકારને સત્તા આંબે છે પણ ઉપકારને નથી આંબતી. ઉપકારનું કથન સજજન કરે નહિ. સજજન ઉપકાર કરીને ભાગી જાય. જરી ખબર પડી કે તે માટે બદલો વાળી જાય માટે ભાગી જાય. અપકારનું ફલ સત્તા ખેાળીને આપે છે, પણ ઉપકારનું ફલ સત્તા દ્વારા અપાતું નથી કે આપી શકાતું નથી, એટલે અહીં દેવલોક - માનવા જોઈએ. જગતમાં થતા ઉપકારોનું ફલ કંઈ નથી. માટે નાસ્તિક થવું જોઈએ. આસ્તિક થવાવાળાએ અપકારને બદલે નરક અને ઉપકારને બદલે દેવલેક માનવે પડશે. તમને તે અનુમાનથી સ્પષ્ટ સાબિત છે. - પ્રત્યક્ષમાં તો-મનુષ્ય તિર્યંચ અને જાતિ વિચારવાળી છતાં માણસાઈને અને પશુપણાને વિવેકમાં કેટલે બધે ફરક? પશુપણને વિવેક ઈન્દ્રિયને અનુકૂલ હોય તે લેવું અને પ્રતિકૂલ હોય તે ન લેવું. તે જાનવર કરે છે. ગાય ભેંસ-ચાહે જેવા તરસ્યા થયા હોય તે વખતે મુતર અને પાણીનું કુંડુ મુકે તે પાણીનું કુંડું ખાલી કરશે પણ મુતરના કુંડામાથી એક ઘૂંટડે નહિ ભરે. પિષક વિષય લેવા અને શાષકને ન લેવા તે જાનવરમાં હોય છે. કીડી ગેળ-સાકર ઉપર આવે છે, પણ રાખ કે ધૂળ ઉપર નથી આવતી. અહિં અનુકૂલ! ત્યાં પ્રતિકૂલ છે. ઈન્દ્રિયના કાર્યના વિષયને માટે અનુકૂલ-પ્રતિકૂલ, વિચારે છે. મનુષ્ય તેટલા વિવેક કે અટકે તે જાનવરના વિવેકમાં અને તેનાં વિવેકમાં ફરક છે? તો ફરક વધ જોઈએ. શાથી વધે? ઇન્દ્રિય સ્થાન. સંતાન, સાધનની રક્ષા તે જાનવરો પણ કરે છે. ત્યારે મનષ્ય ભવમાં ઉંચા આવીને વિવેકની દશા મેળવીને શું કરવું જોઈએ? તેને માટે શાસકારે કહ્યું કે–આવતા ભવને અંગે વિચાર! : ધર્મ દરેક આસ્તિક એ જુદા જુદા માન્યા છે. કેઈ આસ્તિકને આમ બીજા આસ્તિક સાથે મલતું નથી. ધર્મના દરેક ફાંટા જુદા
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy