SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આગમજ્યોત શું? તે કુદરતને માનનારે માનવું જોઈએ કે કઈક જગે પર બદલો છે. ત્યારે વિચાર! - અહિં એક ખાટકી છે તે એક જન્મારામાં સેંકડે-હજાર બકરાં મારે છે. તિર્યંચ-મનુષ્યનું જીવન લઈએ તે એક વાર મર્યા પછી બીજી વાર મોતની કે બીજી કેઈ સજા શક્ય નથી. એક સદેષ વધમાં ફાંસીની સજા, દશ થયા તો પણ ફાંસીની સજા. હવે એકમાં ફાંસીની સજા થઈ તે બાકીના નવના સદેષ વધનું શું? કહે ત્યારે તમારો ઉપાય નથી. સત્તામાં એકવાર મારે છે. પણ કુદરતની સજામાં તે મરવાનું જ મધું છે. જેણે લાખો વખત ઘાતકીપણાં કર્યા, ઠંડકમાં-ગરમીમાં ભુખ-તરસ દ્વારા હેરાન કર્યા, કાપીને તરફડાવીને મારી નાંખ્યાં તે બધાને અનેક જન્મ સુધી રીસામણીવાળા જન્મ-મરણ થાય છે. પકડાયેલાને એક વખત સજા થાય, વધારે તે નહિ! પણ બાકીના ગુનાનું શું ? કહે ત્યારે કે એવું પણ જીવન માનવું જોઈએ કેજેમાં લાખ વખત હથિયારથી કાપે, અનંતગણ ભૂખ, તરસ, શીતઉણમાં સેનાની જેમ ગાળી નાખે, તેમાં સજા ભેગવે! પણ મરે નહિ! તેવી સજાનું સ્થાન તેને નારકી કહે કે બીજું નામ કહે! તે નરક મનાવવાને અમને જેર નથી. નાસ્તિક થાવ તે વાત જુદી ! ઉપકાર કર્યા જીવન બચાવી દીધાં, તે ઉપકારને બદલે સે ગણે કેટલે. ગરમી ઠંડીને ઉપચાર મતથી બચાવવા માટે કરીએ તેને ઉપકાર મનુષ્ય-તિર્યંચમાં એક જન્મમાં વહન કરી શકે નહિ. સુખ થાય તેવું સાધન મલવું જોઈએ. એવી જ જાતનું શરીર હોય તે. ઠંડકને અંગે મરતાં બચાવવા માટે જે ઉપકાર કરીએ તેને બદલે શું? ગુનાને રોકવા માટે સત્તા જેટલી પ્રયત્નશીલ છે. ઉપકારને બદલે આપવા તેટલી પ્રયત્નશીલ નથી. હેય જ નહિ ને પાલવે પણ નહિ!
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy