________________
આગમજ્યોત વર્ગ પણ પિતાનું અને ત્યાં સુધી શીલધર્મની દશાને દૂર કરાવવામાં જ સહાયક બનનારે થાય છે.
અર્થાત્ એ અપેક્ષાએ પણ દાનધર્મ કરતાં શીલધર્મની મુશ્કેલી છે. આવી રીતે દાન ધર્મ અને શીલધર્મની આરેપિત મમત્વભાવના ત્યાગથી અને બાહ્ય સુખમાં સામેલ થએલા વર્ગની પ્રેરણાની બેદરકારી કરવી પડતી હોવાથી મુશ્કેલી છે, પણ તે દાન ધર્મ અને શીલધર્મ કરતાં પણ તપસ્યાના ધર્મની તે અત્યંત મુશ્કેલી છે.
તપસ્યાના ધર્મની વિશિષ્ટતા
દરેક જીવ અનુમાનથી જાણી શકે છે અને શાસ્ત્રકારે સ્પષ્ટપણે સમજાવે છે કે આ સંસારમાં દરેક જીવને રહેલી ચારે સંજ્ઞાઓમાં પહેલી આહાર સંજ્ઞા છે. અને તે આહાર સંજ્ઞા એવી જબરદસ્ત છે કે તેનો નાશ ઉચ્ચતમ ગુણઠાણની પ્રાપ્તિ સિવાય શક્ય જ નથી.
વળી મૈિથુન પરિગ્રહ અને ભયનાં કાર્યો દરેક જીવની સમજણ શક્તિ થવા પછી જ થાય છે અને થઈ શકે છે.
ત્યારે આહારને માટે તેવી વિશેષ સમજણની દરકાર રહેલી
નથી.
શાસ્ત્રકારના ફરમાવવા મુજબ સંસારના કેઈપણ જીવને કોઈપણ સમય આહાર વિનાનો રહેતું જ નથી.
વિગ્રહગતિ સમુદ્ ઘાતના આઠ સમયમાંથી વલે થોડો કાળ અથવા અગી કેવલી પણું જે પાંચ હસ્વ અક્ષરેને મધ્યમ સ્વરે ઉચ્ચારીએ તેટલા કાળ જેટલું છે. એ ત્રણે અવસ્થા સિવાયના સર્વસંસારી જીવો આહાર સિવાય એક ક્ષણ પણ રહેતા નથી; એ ઉપરથી પણ સમજાશે કે આહારની દરકાર આ જીવને બીજી સર્વ જરૂરીયાતી ચીજોની દરકાર કરતાં વધારે છે.