SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આગમત અર્થાત તે પ્રવૃત્તિથી થએલા સંસ્કારે તીવ્રકર્મો બંધાવવા દ્વારા રખડાવી મારનાર થાય છે, માટે કર્મબંધનથી ડરીને કર્મોને ક્ષય માટે તપસ્યામાં તત્પર રહેવું એ જ એક્ષપ્રાપ્તિને મુખ્ય રસ્તે છે. અને તેથી જ ભગવાન જિનેશ્વર મહારાજાને પણ એવી ઉંચી અવસ્થામાં પણ મોક્ષને માટે તે તપસ્યાને આદર કરે જરૂરી જણાય છે. જૈન શાસનમાં તપનું સ્થાન આ રીતે આપણે તપસ્યાની જરૂરીયાત વિચારી તેની સાથે જ કર્મના ક્ષય અને મોક્ષની પ્રાપ્તિ માટે કરાતું તપ ધર્મરૂપ જ છે, પણ તે તપ ઉદયરૂપ નથી, અંતરાય રૂપ નથી, દુઃખ રૂપ નથી, એ વાત પણ વિચારી. વળી એ પણ જોઈ ગયા કે મોક્ષના નિશ્ચયવાળા અને તે જ ભવે મોક્ષ પામવાના નિશ્ચયવાળા અને દેવેન્દ્ર-નરેન્દ્રોથી પૂજ્ય એવા શ્રી જિનેશ્વર મહારાજે પણ તપસ્યાને જ કર્મોને ક્ષય કરવા માટે પરમ સાધન તરીકે ગણેલી છે. હવે એ તપધર્મની બીજી રીતે મહત્તા વિચારીએ. દાન નામને ધર્મ બાહા અને ક્ષણે ક્ષણે આવવા-જવાવાળા પદાર્થની મુખ્યતાએ બને છે અને તેથી જેટલે દાનધર્મ સહેલું છે તેના કરતાં શીલ ધર્મ ખૂબ મુશ્કેલ છે. કેમકે વિષયની વાસના આત્માની અનાદિકાલથી પડી ગએલી ખરાબ આદતોને આભારી છે, તેમજ આત્માની સાથે ક્ષીર-નીર ન્યાયે એકમેક થએલ એવી શરીરના જ કુલ રૂપ ઈદ્રિયોની વિકૃતિરૂપ છે, તથા અનાદિકાલથી બાહ્ય સુખે તરીકે ગણાતા વિષયોને કાબૂમાં લેવા માટે બાહ્ય સંજોગ-સામગ્રીના ફલરૂપ મનાયેલા હતા, તે સર્વે શરીરની સુકુમાલતા, ઇન્દ્રિયની સ્વચ્છેદ પ્રવૃત્તિ અને વિષયના વિરમણરૂપ હોવાથી શીલ ધર્મનું પાલન દાન ધર્મ કરતાં મુશ્કેલ છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy