________________
૫૦
આગમત સામાન્ય જીવનમાં પિતાના વર્તમાન જન્મમાં પણ અમુક ઉંમર થયા પછી જે કઈ અનુભવમાં આવે છે, તેનું સ્મરણ થાય છે.
અર્થાત બાલદશાનું સ્મરણ નથી હતું તે પછી જન્મદશાનું અને ગર્ભદશાનું તે સ્મરણ હોય જ કયાંથી? જ્યારે શ્રી જિનેશ્વર મહારાજાઓને તે ગભરની દશાથી સર્વ અનુભવેનું સ્મરણ હોય છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજ ને ગર્ભ અવસ્થામાં પણ અપાંગ સ્થિર કરી નિશ્ચલ રહેવાને પ્રસંગ આવ્યું હતું.
આ ભવનું સ્મરણ થાય એટલું જ નહિ, પરંતુ ભગવાન જિનેશ્વરેને ગર્ભદશાથી જ ભવાન્તરના અનુભવને સ્મરણમાં લાવનાર અને રાખનાર એવું જાતિ સ્મરણ પણ ત્રણ જ્ઞાનની સાથે જ હોય છે, એવા ભગવાન્ જિનેશ્વરેએ પણ મોક્ષની પ્રાપ્તિ માટે તપસ્યાની જરૂરીઆત દેખી છે.
આ ઉપરથી સામાન્ય જીવેએ સમજવું જોઈએ અને શાસ્ત્રકારો તેમ સમજાવે પણ છે કે આવા સમર્થજ્ઞાની અને મેક્ષે જવાનું જેઓને માટે નકકી નિર્માણ થએલું છે, તેવા મહાપુરુષો પણ તપસ્યાને આચરે છે, તે પછી સામાન્ય જ્ઞાનવાળા અથવા તેવા જ્ઞાનથી પણ શૂન્ય એવા અજ્ઞાની છએ મોક્ષ મેળવાની ઈચ્છાવાળા થઈને ઘેરતમ તપસ્યા માટે કેમ ઉદ્યમ ન કરે? વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિ છતાં તીર્થકર તપ કરે છે.
વળી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જે પણ ભવ્ય છે ચારિત્રને ગ્રહણ કરે છે, તે બધા કાંઈ ચરિત્રની ચાખડીયે ચઢવાની સાથે થવા વાળા જ્ઞાનને મેળવી શક્તા નથી.
જુઓ ! શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના સાધુઓ હજારોની સંખ્યામાં હતા, પણ ચારિત્રને પ્રભાવે થવાવાળા મન: પર્યાય જ્ઞાનને ધરાવનાર તે માત્ર સેંકડોની સંખ્યામા જ હતા, તેમાં પણ ચારિત્ર લઈને પાછળથી જ મન ૫ર્યાય જ્ઞાન મેળવનારા તે સાધુએ હેટે ભાગે હતા, પરંતુ ચારિત્રના અંગીકારની સાથે