SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આગમત મહત્વને ગુણ એટલે છે કે જિનેશ્વર ભગવાનને તે તીર્થ કરપણુના ભવમાં કેઈન પણ તળે દબાયેલા ન હોય. આ વાત આગળ જણાવવામાં આવી ગયેલી છે. પણ તે વાતમાં એક હકીકત ધ્યાનમાં રાખવાની છે કે અન્ય તરફથી વિદ્યા વગેરેની પ્રાપ્તિ દ્વારા થતા અસાધારણ ઉપકારની અપેક્ષાએ કે પિતે કરવા ધારેલા કાર્યમાં કઈ પણ દેવેન્દ્ર, સુરેન્દ્ર કે નરેન્દ્રની -સહાય ન લેવી અગર તે સહાયની દરકાર ન રાખવી એટલા માત્રથી જ પારકા ઉપકાર તળે નહિ દબાયેલાપણું સમજવું તેથી જગતની સાધારણ પદ્ધતિ પ્રમાણે જન્મ આપવાને અંગે માતપિતાને તે ઉપકાર હોય. તેથી તેઓના ઉપકાર તરીકે દબાએલા હોય એમ માનવામાં ખાસ અડચણ જેવું નથી. એવી જ રીતે ઈંદ્ર મહારાજા, વિજ્યા અને પ્રગભા પરિવાજિ-કાઓ, મેઘનામને ચાર એ વિગેરે પિતાની મેળે પિતાની ભક્તિથી જે પ્રયત્ન ભગવાન મહાવીર મહારાજની અનુકૂળતા માટે કર્યા તથા ધરણંદ્ર નાગરાજે ભગવાન પાર્શ્વનાથજી મહારાજને કમઠે કરેલા ઘોર ઉપસર્ગની વખતે ભક્તિથી વૈયાવચ્ચ તે બધી ભક્તિની બુદ્ધિથી હેવા સાથે ભગવાનના નિરપેક્ષપણાથી યુક્ત હતી, માટે ન તે તે ઉપકાર ગણાય અને ન તે તે ઉપકાર તળે ભગવાન દબાયેલા ગણાય એવી રીતે ભગવાનનું અવ્યાહત અનુપકૃતપણું સમજી શકાય તેવું છે. વળી કેટલાક ભગવાનના અનુપકૃતપણને ગુણ સ્વતંત્ર રીતે ન લેતાં પરહિતનિરત એ શબ્દમાં પડેલા પર શબ્દના વિશેષણ તરીકે લે છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy