________________
કરવી પડતી હોય અને તેવી વ્યવસ્થા પરોપકારને માટે જ કરવી પડી હોય તેમાં કાંઈપણ આશ્ચર્ય નથી.
અર્થાત્ સનાતનવાદીઓના કથન પ્રમાણે અનીતિથી બચવા માટે ક્ષત્રિય જાતિની અને નીતિના પાલન માટે અથવા અનીતિ થતી રોકવા માટે વૈશ્યજાતિની સ્થાપના ભગવાનને કરવી જ પડી. એટલે પહેલે જાતિભેદ ક્ષત્રિયથી થયે અને બીજે જાતિભેદ વૈશ્યથી પડ્યો. - હવે ત્રીજે જાતિભેદ શુદ્રને કેમ થયો? અને બ્રાહ્મણ જાતિની કયા રૂપે? અને કેમ ઉત્પત્તિ થઈ? તે સનાતનવાદીઓના અપેક્ષાએ વિચારીએ !!! શુદ્ધવર્ણની ઉત્પત્તિ
પ્રથમ જોઈ ગયા છીએ કે ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ પ્રથમ થઈ અને પછી વશ્ય જાતિની ઉત્પત્તિ થઈ. પણ તે બંને જાતિઓમાં અનુક્રમે શૌર્ય અને ઉત્સાહનો પ્રસંગ હતો એ નિર્વિવાદ છે.
જે કે ભગવાન ઋષભદેવજી મહારાજે લોકોના નિર્વાહ માટે શિલ્પ અને કર્મ વગેરે બતાવ્યાં હતાં. તે પણ જેમ અનીતિને પ્રચાર રોકવા માટે દંડ, શિક્ષા, કેદ વગેરે સજાઓ નિયમિત થએલી હતી, તેવી રીતે તે તે લોકોના નિર્વાહાથે ઉધોગ સમજાવ્યા અને બતાવ્યા છતાં પણ જે તે ઉદ્યોગ કરે નહિં તેઓને શિક્ષા કરવાનું હતું નહિ.
સર્વ કાલે ઈતિહાસ તપાસીએ તે માલમ પડશે કે અનીતિના વર્તનની જ સજાએ નિયમિત થએલી છે, પણ ઉદ્યોગ ન કરવાની સજા કોઈ પણ દેશે કે રાજ્ય નિયમિત કરી નથી. એટલે ભગવાન ગષભદેવજીના વખતે પણ નિરુદ્યમીપણાની સજા નિયમિત ન થઈ હોય અને તેથી નિરુદ્યમવર્ગ પણ કેટલેક રહ્યો હોય તે અસંભવિત નથી.