________________
૩૬
ગમત
મહાવીર પ્રભુએ પણ એ રીતે એક વખતના આહાર માટે લુખા બાકળા જ વહાર્યા છે, તેને પ્રશ્નમાં આયંબિલ માન્યું પણ છે.
પ્રશ્ન ૨૧ (૧) ચૈત્ર અને આસોની એાળીઓ શાશ્વતી છે, તે ચિત્ર અને આસો માસને પણ શાશ્વત ગણવા કે કેમ? (૨) ચિત્ર અને આ માસ શાશ્વત ગણવા તે કાલદ્રવ્યને નિયમ નથી. (૩) છતાં કાલદ્રવ્યને તેવો નિયમ કહે તે ભગવાને દર્શાવેલી ત્રિપદી કેવી રીતે ઘટાડવી ? (૪) વર્ષના બાર માસ કાર્તિક-માગશર-પષ વિગેરે શાશ્વતા ગણવા હોય તે તે અંગે પાઠ મળશે ખરા?
ઉત્તર (૧) જે કે શાસ્ત્રમાં અને આ આદિ માસના નામના સ્થાને બીજા નામો બોલાતા હોય અને તેથી તે તે સ્થળે મહિનામાં નામાંતર આવે, તે પણ અડચણ તો નથી જ, છતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં શાશ્વતી ઓળીને માટે “વિત્તમામ સરિતો મા’ શબ્દો લીધેલા જ છે, તેથી ચિત્ર અને આસો માસના નામને પણ એળીની માફક શાશ્વતા ગણવામાં અડચણ નથી. - ચૈત્ર અને આસો આદિ માસની પુનમે આવતાં ચિત્રા અને અશ્વિની એવા શાશ્વત નક્ષત્રે ઉપરથી પડેલા હેવાથી પણ ચિત્ર અને આસો નામ શાશ્વત કહેવામાં અડચણ નથી.
આદીશ્વર પ્રભુ આદિ તીર્થકરોના કલ્યાણક દિવસો પણ કાત્તિક માસ આદિ નામે જ ગણાય છે. •
(૨) શાશ્વત તરીકે ગણાતા કાલ દ્રયમાં “વર્ષ, માસ, દિવસ આદિને કાલ વ્યવહાર તે, સૂર્ય-ચંદ્રના ચારને આશ્રીને થતું હોવાથી” ચૈત્ર આ વિગેરે માસ કાળ, ઉપચરિત તરીકે શાશ્વત ગણાય છે. સદુદ્રવ્યમાં પરદ્રવ્યને ઉપચાર કરવાથી કાળદ્રવ્ય રૂપ સદુદ્રવ્યના નિયમને લેશ પણ બાધ નથી.
વર્ષ–માસ-દિવસ આદિ કાળ વ્યવહારના અભાવ સ્વરૂપ દેવલેકમાં અહિંને આપણે તે વર્ષ–માસ આદિ કાળવ્યવહારને