________________
આગમોત
વાચકે ને યાદ રહે કે ચેડા મહારાજાની વિશાલા વિદેહની રાજધાની હતી.
આટલા ઉપરથી શ્રીમદ્ભગવાન મહાવીર મહારાજાના પિતા સિદ્ધાર્થ મહારાજા શ્રેણિકના પિતા પ્રસેનજિત્ મહારાજાના દેશની નિકટતા અને એ આટલી નિકટતા હવા સાથે શ્રી સિદ્ધાર્થ મહારાજાનું કૌટુંબિક ઊંચાપણું કેટલું બધું અને કેવું હતું ? સમજી લેવાથી પરસ્પર કૌટુંબિક સંબંધ પણ સમજી શકાશે. આવી તે સ્થિતિમાં જ્યારે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્નાં સિંહ-ગજ-વૃષભાદિના આવ્યાં અને તે સ્વપ્નના ફલની પૃચ્છા તથા તેને નિર્ણય સભા સમક્ષ થયે તે સભામાં સ્વપ્ન પાઠક દ્વારા જ મહારાણી ત્રિશલાને ભવિષ્યયુગ કથંચિત્ ચક્રવતી માતા તરીકે થશે એમ જાહેર થયું ત્યારે દૂર દૂર પણ પ્રસરેલી તે વાર્તા હોય અને તેથી દૂર દૂર રહેનારા ચંડપ્રદ્યોતન અને ઉદાયન વગેરે રાજા સરખા રાજકુમારે કેવલ કૌટુંબિક સંબંધથી નહિ, પણ રાજ્ય સંબંધી ભવિષ્યમાં ઉદય થાય એ ઈચ્છાએ પણ ભગવાન મહાવીર મહારાજાની સેવા કરવા આવે તે પછી નજીકના રહેનારા, નજીકના રાજ્યવાળા શ્રેણિક આદિ ભગવાન મહાવીર મહારાજાની સેવા કરવા આવે તેમાં આશ્ચર્યજ શું?
- આટલું વિવેચન કરવાની જરૂર એટલી જ છે કે મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર મહારાજા તરફથી શાસનની સ્થાપનાને લીધેજ ભક્તિવાળા હતા એમ નહિં પણ ભગવાન મહાવીર મહારાજાના બાલ્યકાળથીજ તેઓ ભક્ત હતા. એમ જણાય, આવી રીતે પૂર્વ સંબંધથી વિચારતાં શાસનની સ્થાપના પછી શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર મહારાજા તરફ ઘણાજ સમાગમમાં અને આવે તેના પ્રતાપે અદ્વિતીય અને અસાધારણ ધર્મભાવના ધરાવે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તરફ ભક્તિભાવ ધરાવે એમાં આશ્ચર્ય નથી