________________
Elll
_IIIIIIIIMIIIIIIIIIIIIIIIIIIMa
UHDID (DCHU
જીવન જાગૃતિ |
(૩) પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આગમસમ્રાટ બહુશ્રુત સૂરિ પુરંદર ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગર સુરીશ્વર ભગવતે વિ. સં. ૧૯૯૬માં વલભીપુર (વલા) માં તા-૨૩-૩ ૧૯૪૦ ને રોજ જૈન શ્રીસંઘના આગ્રહથી વલભીપુર સ્ટેટના અધિ પતિશ્રી દરબાર સાહેબ આદિ જાહેર જનતાને ઉદુધેલ મંગળ પ્રવચન “અહર્નિશ ચિંતવન” નામથી આપેલ તે સુજ્ઞ જનતા માટે ખૂબજ ઉપગી ધારી અહીં પુનઃ પ્રકાશિત કરાય છે. –સં૦]
ઘહિતવિંરા દૈત્રી, આંતુ વિનાશિની તથા વાળા
परसुखतुष्टिमुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥९॥ શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય ના ઉપકાર માટે, ધર્મોપદેશ દેતા થકા જણાવે છે કે ધર્મ એ. જીવન-ધન–શરીર-કુટુંબાદિકના ભાગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે. શું બીનજરૂરી ચીજ જ ધર્મ?
શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્ય શંકા કરે છે કે હે ભગવંતો આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવ-ધન–શરીર કુટુંબાદિકના ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની જરૂરીયાત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈપણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાય, પાણી વગર તૃષાથી તરફડાય, કપડા, વગર શીતાદિ કષ્ટથી હેરાન થવાય, મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરકત શી? અર્થાત્ તેની જરૂરીઆત શી રીતે ગણવી ! વળી જે કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ