________________
૧૬
આગમત સંસ્કારે માંસમાટીથી જ ઘડાય છે. ત્યાં મારામારી સહજ છે અને એ બીચારા તે મારામારીને પણ ધર્મ ગણાવે તેય શું? કહેવાતા આર્યો જે દુન્યવી સિદ્ધિ માટેના યુદ્ધો ને ધર્મ માટેના યુદ્ધ ગણાવવાની દૃષ્ટતા આચરે તે અનાર્યો માટે પ્રશ્ન જ શાને? હવે માને કે જેરૂસલમની લઢાઈ, તેઓના કહેવા મુજબ ધર્મની તે તે લઢાઈ વધારે લાંબી ચાલી કે ૧૯૧૪ની તથા ૧૯૯ી ? પ્રશ્નનો જવાબ હાલ આટલે જ પર્યાપ્ત છે.
ધર્મથી ઉભગાવનારાઓ એમ સમજાવવા-ઠસાવવા ઈચ્છે છે કે “વિચાર અને વિવેક, દયા વિગેરેથી રાજ્ય ગયું ! કેમકે એથી સાહસ, થાય નહિ.” હવે ઇતિહાસ તપાસો | હિંદના ઈતિહાસનું અવર્લૅકન કરો હિંદને ëિ હાથથી ગમે ક્યારે?
પૃથ્વીરાજ ચૌહાણના સમયથી જ તે બન્યું ને! પૃથ્વીરાજ, જયચંદ વચ્ચે વૈમનસ્યનું કારણ ધર્મ હતું કે રાજ્યની ઈર્ષ્યા તથા સંયુક્તા ! આ યુદ્ધ કે જેથી રાજ્ય ગયું તે વિચાર-વિવેકથી કે અવિચાર-અવિવેકથી? વિષય વાસનાના યુદ્ધના પરિણામને; યુક્તિબાજે ધર્મ પર ઠાલવે છે!
જન રાજાઓનાં રાજ્ય, ધર્મપાલનથી વધ્યાં કે ઘટયાં?
જૈન ઈતિહાસમાં બે મોટા જૈન રાજાઓ પ્રસિદ્ધ છે. સંપ્રતિ મહારાજા અને કુમારપાલ મહારાજા ! એમના સમયમાં તેમનું રાજ્ય રાજ્યાભિષેક પછી વધ્યું કે ઘટયું? કહે કે વળ્યું કે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, આંધ આ તમામ સંપ્રતિ, રાજ્યાભિષેક પછી જીત્યા છે. હવે મહારાજા કુમારપાલને ઈતિહાસ તપાસો, સિદ્ધરાજ જયસિંહ અને
ખેંગારનું યુદ્ધ થયું ખરું. પણ તેમાં સોરઠ વશ થયેલ નથીઃ કુમારપાળ મહારાજાના શાસનકાલમાં સૌરાષ્ટ્ર આધીન થયું છે. ઠેઠ જલંધર સુધી સોલંકીની આણ પ્રવર્તી હતી, વિચારો કે જેને રાજાઓના રા વધ્યાં છે કે ઘટયાં છે?