SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જું ૪ સુમિત્રા-જગતમાં જે જે મિત્રો કહેવાય છે, તે તે અમુક અમુક આપત્તિને નિવારવા માત્રથી પિતાની મિત્રતા સફલ થઈ ગણે છે. ત્યારે ધર્મરૂપી સુમિત્ર સંપૂર્ણ પ્રકારે સર્વ આપત્તિઓને દૂર કરનાર હોય છે. વળી અમુક સંપત્તિ મેળવી આપવા દ્વારા જગતના મિત્રો મિત્રતાની સફલતા ગણે છે. ત્યારે ધર્મરૂપ સુમિત્ર આ લેક, પરલેક, સ્વર્ગ અને મોક્ષ એ સર્વ જાતની સંપત્તિ મેળવી આપનાર હેઈ હમેશાં સાથે રહેનારે સુમિત્ર છે. - ૫ પરમગુરૂ-જેમ ગુરૂ મહારાજની સેવા-સુશ્રુષા કરતાં જીવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીને બંધ થાય છે. તેવી રીતે ધર્મ એ જન્માંતરે પણ પ્રત્યેકબુદ્ધાદિકની માફક જવાદિ તત્ત્વ અને દેવાદિ રત્નત્રયીને બોધ કરનાર હોવાથી ધર્મ એ પરમગુરૂ છે. ૬ ઉત્કૃષ્ટ રથ-વ્યવહારમાં દેખાતા રથ પ્રયાણદ્વારા ઈષ્ટ નગરને પમાડનારા થાય છે. તેમ કેઈપણ જગપર નહિં ભાગવાવાળો એ, એકજ લાગણીથી બનેલે, આશ્રવરૂપી ચંચળ એવા વાહ (ઘડા) વગરને અદ્ધિ-ગૌરવાદિ શલ્ય એ રહિત, એ આ ધર્મ તેજ ઉત્તમ રથ છે. ૭ શબલ-મુસાફરી વખતે લેવાયેલું શબલ અમુક દિવસોએ નાશ પામે છે કે ખુટે છે, પરંતુ ધર્મરૂપી શંબલ આખી ભવની મુસાફરીમાં અક્ષયપણે રહે છે. બીજા શબલોને ઉપગ નિયમિત વખતેજ હોય છે, ત્યારે ધર્મ શુંબલને ઉપલેગ ચોવીસે કલાક હોય છે. બીજા શંખલે સ્વાભાવિક કે આગન્તુક દેશવાળા હોય છે, ત્યારે ધર્મરૂપી શબળ સર્વ દેએ કરીને રહિત હોય છે.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy