________________
૭૧.
પુસ્તક ૧-લું કરનારી થાય છે અને વહવાઈયાની જાતિની ઉપમા અપાય તે નાખુશી ઉત્પન્ન કરનારી થાય છે. માટે મનુષ્યમાં જાતિભેદ ગુણ અને ક્રિયાથી નિરપેક્ષપણે ચાલુ છે. અને સર્વને તે માન્ય છે એમાં બે મત થઈ શકે જ તેમ નથી, માટે તે જાતિભેદને યુક્તિસર અને પ્રામાણિક ક્રમ રજુ કરવાની જરૂર છે.
આચારાંગ નિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહસ્વામીજી પણ સ્પષ્ટ જણાવે છે કે પૂર્વ મસળાર્ડ અર્થાત ભગવાન શ્રી ઋષભદેવજીના જન્મ પહેલાં કે તેમના રાજ્યકાલ પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી. અન્ય દર્શનીઓની માન્યતા અલગ જ છે :
જે કે જાતિભેદને માનવાવાળા સર્વ દર્શને આ વાતમાં એક જ મત છે કે પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી. બ્રહ્માદિથી ચારે પ્રકારના વર્ષોની ઉપત્તિ માનનારા મતે તે પહેલા જગત પરમેશ્વર મનાયેલા બ્રહ્મા જ હતા અને બ્રહ્માને તેવી રીતે વર્ણોત્પત્તિ માન નારા મનુષ્ય રૂપે માનતા નથી માટે તેવી વત્પત્તિ માનનારાઓના મતે વર્ણોત્પત્તિની પહેલાં મનુષ્ય જ હતા નહિ, તે પછી ચાર વર્ણોની ઉત્પત્તિ થવા પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી એમ માનવું પિતાના સિદ્ધાંતથી વિરૂદ્ધ હોવા સાથે ગામ વિના સીમાડાની હયાતી જેવું છે. ચાહે તેમ છે, પણ પ્રથમ મનુષ્યની એક જ જાતિ હતી, એમ તે કબુલ બધાને છે, પણ મનુષ્યજાત એક જ હતી. તેવું તેઓ જ માની શકે કે જેઓ બ્રહ્માના મુખઆદિથી બ્રાહ્મણદિની ઉત્પત્તિ ન માનતાં જુદા જુદા વર્ગોની ઉત્પત્તિથી પ્રથમ ઘણુ મનુષ્યો વિદ્યમાન હતા અને તેમાં જાતિભેદ નહેાતે એમ માનતા હોય.
વળી બ્રહ્માના મુખઆદિથી ચાર વર્ણની અસંભવિત એવી પણ ઉત્પત્તિ માનનારાઓને જીવવું સર્વ એવું કહેવાને હકક રહેતું જ નથી. જેમ એકજ હોય તે ચેષ્ટ, મધ્યમ કે કનિષ્ટ પણાને વ્યપદેશ મુશ્કેલ પડે તેમ એક જ પરમેશ્વર હોય પછી આ સર્વ એક વર્ણનું પ્રથમ હતું એમ કહી શકાય જ નહિ.
વાંચકોને ઉપરના લખાણથી સાફ જણાયું હશે કે જૈન શાસ્ત્રના નિયમ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક નહોતે થયે ત્યાં સુધી સર્વ મનુષ્યની એકજ જાતિ હતી. પણ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યારોહણ પછી જ મનુષ્યમાં બે જાતિ થઈ. એક શિક્ષણીય વર્ગ, અને બીજે શિક્ષક વગે.