________________
૭૦.
આગમત રાજ્યાભિષેકના સ્વીકારની અને તેને લીધે ઉગ્રાદિ જાતિની વ્યવસ્થા કરવાની આવશ્યકતા હતી એમાં શું કહેવું? જાતિભેદને શાસ્ત્રીય ક્રમ :
અહીં એક બીજી વાત ધ્યાન રાખવાની જરૂર છે કે–પશુ પંખી. એમાં દેખાતો મનુષ્યની માફક જે જાતિભેદ છે. તે સ્વાભાવિક એટલે કોઈ કારણસર ઉત્પન્ન થયેલ નથી. પણ પશુ પંખીઓમાં જાતિભેદ જરૂર છે અને તેથી તે મનુષ્ય, કુતરા અને કાગડા આદિ જાતિની ઉપમાથી ક્રોધાયમાન થાય છે. તેમજ હંસ કે હાથી અથવા વૃષભ આદિની ઉપમાથી વર્ણવતાં સ્તુતિ થઈ માને છે અને વર્ણન કરનાર ઉપર તુષ્ટમાન થઈ જાય છે.
જગતમાં સમજુ ગણાતા કે સમજણ ધરાવનાર કંઈ પણ મનુષ્ય એ નહિ નીકળે જે કાગડા આદિની ઉપમાથી રોષાયમાન અથવા હંસઆદિની ઉપમાથી તુષ્ટમાન ન થતો હોય. કહેવું જોઈએ કે જાનવર અને પંખીમાં તે જાતિભેદ દરેકના હૃદયથી કબુલ જ થયેલ છે. તો પછી તે જ પ્રમાણે મનુષ્યજાતિમાં પણ ઉત્તમ અને અધમ મન હોય અને તેની ઉપમાંથી મનુષ્ય તુષ્ટમાન અને ક્રોધાયમાન થાય તેમાં કાંઈ પણ નવાઈ જેવું નથી.
ધ્યાન રાખવાની જરૂર છે કે હાથીઓમાં પણ જાતિએ ઉત્તમતા છતાં અધમ ગુણવાળા હાથીઓ નથી હોતા એમ નથી, તેમજ કુત રાની જાતિ અધમ ગણાતાં છતાં તે કુતરાઓમાં પણ નિમકહલાલ અને વફાદાર કુતરાઓ નથી હતા એમ નથી, છતાં હાથી આદિની ઉપમાને ઉત્તમ ગણીએ છીએ અને કુતરાઆદિની ઉપમાને અધમ ગણીયે છીએ, તે ગુણની દરકાર કર્યા વિના કેવલ તે તે જાતિની ઉત્તમતા અને અધમતાને જ આભારી છે. એવી રીતે મનુષ્યોમાં કેઈ અધમ જાતિવાળે પણ સારા ગુણવાળ હોય અને ઉત્તમ જાતિવાળે છતાં પણ ગુણથી હીન કે અધમગુણવાળો હોય તેની કેઈથી ના પાડી શકાય જ નહિ છતાં તે ગુણ કે અવગુણની વિવક્ષા ન કરીયે ત્યાં પણ સામાન્યથી પશુ અને પંખીની માફક માત્ર જાતિ થીજ ઉત્તમ અને અધમ જાતિને વ્યવહાર કરાય છે અને તે વ્યવહારને આધારે જ ઉત્તમ જાતિ જે ક્ષત્રિયાદિ તેની ઉપમા અપાય તે ખુશ