________________
પુસ્તક ૧-લું અહિં લેભને ગણી લીધે. પણ તેવા લેભથી થતી અનીતિને કઈ પણ પ્રકારે યુગલીયાઓ રોકી શકે તેમ નહોતું.
તે યુગલીયાને તેના કર્મના ઉદયના અભાવને લીધે રોકાવાનું અવસર્પિણીના પ્રભાવે ન રહ્યું અને તેવા લોભના ઉદયથી અનીતિ થવા લાગી અને તે પ્રકારના કર્મોદયને રોકવાને સમર્થ થાય તેવું જ્ઞાન પણ તેઓને નોતું આવા વખતે એટલે સ્વયં કર્મના ઉદયનો અભાવ ન હોય અને તેવા પ્રકારના જ્ઞાનથી થયેલા તે ઉદયને રોકે તેમ સામર્થ્ય ન હોય તેથી અન્ય જીવના હિતને માટે અનીતિથી તેઓને રોકવા માટે જરૂર અન્યસત્તાની જરૂર રહે. પ્રદેશ અને વિપાક બે જાતના ઉદયની વ્યવસ્થા :
કેટલાક વાચકને આ સ્થાને જરૂર શંકા થશે કે પૂર્વભવે બાંધેલા કર્મો આપોઆપ પિતાને આબાધાકાલ પૂરો થતાં ઉદયમાં આવે એ સ્વાભાવિક છે, તે પછી તે ઉદપ આવતા કર્મોને રોકાય જ કેમ? આવી શંકા થાય તે સમજવું જોઈએ કે પ્રથમ તે કર્મઉદય બે પ્રકારે થાય છે. એક પ્રદેશથી કર્મને ઉદય થાય અને બીજો રસ એટલે અનુભાગથી કર્મનો ઉદય થાય. એમાં પ્રદેશથી થતે કર્મને ઉદય આત્માના ગુણેને તે હણનાર થતા નથી, તેમ પિતાના તેવા વિકારને પ્રગટ કરનાર પણ થતું નથી અને અનુભાગ એટલે રસથી ભેગવાતું કર્મ આત્માના ગુણોને ઘાત કરવા સાથે બહાર પણ વિકારોને પોતપોતાના સ્વભાય પ્રમાણે જણાવે છે.
આ પ્રદેશદય અને અનુભાગના ઉદયને સમજવા માટે એક દષ્ટાંત લઈ વિચાર કરીએ, જેમ કે કોઈ મનુષ્ય કેળાં કે કેરી વધારે ખાધાં અને તે કેળાં કે કેરી ખાવાની વખતે તે નહિ, પણ તે કેળાં અને કેરીનો જઠરમાં પરિપાક થવા લાગે ત્યારે તેને પેટમાં દુખવું વગેરે અજીર્ણન વિકાર પ્રકટે છે, તેવે વખતે જે તેને વિદ્ય મળે છે, તે તે વધારે કેળાં ખાનારને એલચી અને વધારે કેરી ખાનારને સુંઠ ખવડાવે. હવે તે એલચી કે સુંઠ જે ખાવામાં આવ્યા તે કંઈ પેટમાં ગયેલાં કેળાં કે કેરીના પદાર્થને પેટમાંથી ઉડાડી મૂકતા નથી, પણ તે કેળાં અને કેરીના વિકારને તે એલચી અને સુંઠ તેડી નાખે છે અને તેથી પેટનું દરદ તેનાથી મટી જાય છે.