________________
૨૫
પુસ્તક ૧-લું ઉત્પત્તિ આઘમાં કહેવી હોય તે તે પણ વ્યાજબી ગણાય તેમ નથી. કારણકે આત્મજ્ઞાનને વખત જગતની વ્યવસ્થા ગોઠવાયા પછી જ થઈ શકે.
વળી કાળનું અવસર્પિણ પણું જે તેઓને કૃતયુગાદિને કાળ તેઓએ માનેલ હોવાથી માન્ય છે તે પછી તેઓએ માનવું જ જોઈએ કે પ્રથમમાં પવિત્રતા હોવી જ જોઈએ અને પાછળથી અપવિત્રતા થવી અને વધવી જોઈએ. માટે તે અપવિત્રતાના નિવારણ માટે કાયિક દમનના નિયમનથી અનિયમિત રહેનારને નિયમિત કરવા માટે કાયિકદમનના માર્ગથી જ નિયંત્રિત કરવા જ પડે છે અને જે એ વાત મંજુર હોય તે કહેવું જ જોઈએ કે પ્રથમ શિક્ષકવર્ગની ઉત્પત્તિ થવી જરૂરી છે અને તેથી રાજ્યાભિષેક થવાથી જ પ્રથમ જાતિભેદ થયો એ માનવું જ વધારે યુક્તિસંગત છે.
કદાચ કહેવામાં આવે કે તે કાયિ કદમન કે વાચિકદમનના માર્ગોનું જ્ઞાન મળ્યા વિના તે કાયિક દમન આદિની ઉત્પત્તિ કે પ્રવૃત્તિ થઈ શકે નહિ. માટે પ્રથમ તે કાયિક દંડ કે વાચિક દંડની રીતિને બતાવવાની જરૂર છે. માટે તે દમનની રીતિને બતાવનાર વર્ગ જ બ્રાહ્મણ ગણાય અને તેથી સર્વ વર્ણોમાં પ્રથમ બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ કહેવી એ જ વ્યાજબી છે. પણ આ કથન એગ્ય નથી. કારણ કે તે કાયિક કે વાચિક દમનના માર્ગને બ્રાહ્મણ સ્વયં જાણુ શકશે એમ માનવા કરતાં શિક્ષામાં પ્રવર્તનાર મનુષ્ય જ સ્વયં જાતિસ્મરણદિકથી જાણે એ જ વ્યાજબી ઠરશે. ક્ષત્રિયોની પ્રથમ ઉત્પત્તિનું રહસ્ય :
વળી એ વાત પણ સહેજે સગજવી જરૂરી છે કે શિક્ષા આપ. નારા વર્ગ કરતાં શિક્ષાને નિર્દેશ કરનાર વર્ગ નીતિના પ્રારંભમાં હોઈ શકે નહિ અને તેઓ નિર્દેશ કરનાર વર્ગના કહેવા પ્રમાણે શિક્ષકને ચાલવાનું હોય તે પ્રારંભની એકસરખી નિયમિતતા જળવાય નહિ. માટે શિક્ષા કરનારે વર્ગ જ સ્વતંત્ર હોય તે જ પ્રવૃત્તિ થઈ શકે અને એમ માનવાથી પ્રથમ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જુદી નિર્દેશ કરનાર તરીકે માનવી જરૂરી નથી.
વળી એ પણ વિચારવું જરૂરી છે કે નિર્દેશ કરીને દમન કરાવનાર વર્ગ પણ ત્યારે જ ઉપયોગી થાય જ્યારે પ્રથમથી તેણે