________________
પુસ્તક ૧-લું
પ૭ જાતને ગણાયે, એટલે પ્રથમ કર્મથી જાતિની ઉત્પત્તિ થઈ અને પછી જન્મથી જાતિભેદ ચાલ્યા.
જે કે આ સ્થાને કર્મ એટલે ક્રિયા લઈને તે ક્રિયા એટલે કર્મથી જાતિભેદની શરૂઆત જણાવી છે. પણ જાતિભેદના કારણભૂત કર્મમાં જેમ કોઈ અદષ્ટને સંકેત છે, તેવી રીતે તે તે ક્રિયારૂપ કર્મો કરવાથી થયેલી જાતિમાં ઉપજવું થાય તેમાં પણ અદષ્ટરૂપ કમને સંકેત નથી. એમ કહી શકાય જ નહિ.
જેમ કેઈ સ્ત્રી કે પુરૂષને ક્ષય કે દમ આદિ વારસામાં ઉતરી આવનારા દર અદષ્ટરૂપ કર્મને જેરે થાય છે, તેવી જ રીતે તેવા દરદવાળા માતપિતાના સંગમાંથી ઉત્પન્ન થનારને પણ તેવા અદષ્ટરૂપ કર્મનો સંગ હોય જ છે.
એટલે પ્રથમ જે જાતિભેદ ઉત્પન્ન થયે તે કમરૂપ કિયાથી મુખ્યત્વે હતો અને તેમાં અદષ્ટ ગૌણપણે કારણ હતું, ત્યારે પાછળથી ઉત્પન્ન થનારાઓમાં અદષ્ટરૂપ કર્મ મુખ્ય છે અને તે કર્મ એટલે ક્રિયાની પરંપરારૂપ હોવાથી જાતિભેદના કારણુમાં ગૌણ છે. સુવર્ણની અંદર જેમ કષના ભેદે જાતિભેદ હોય છે, તેમ જે કે લોઢામાં વર્ણના ભેદે હેતે નથી, તે પણ લેઢામાં પણ જાતિભેદ તે હોય છે જ. તેવી રીતે આર્યોની માફક અનાર્યોમાં જાતિ કે કર્મના ભેદે જાતિભેદ માન્યું નથી અને મનાતું નથી.
પ્રથમ તે તેનું કારણ એ છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી યુગાદિદેવે જે ઉગ્ર-ભગ આદિ જાતિની વ્યવસ્થા કરી તે માત્ર આર્યક્ષેત્ર તરીકે સાડા પચીસ દેશમાં જ કરી અને તેથી તે આર્યદેશમાં જ કર્મ અને જન્મ પરત્વે જાતિ વ્યવસ્થા પ્રવર્તી, પણ અનાર્યક્ષેત્રમાં જે કર્મ પ્રવૃત્તિ અને તેની પરંપરાની પ્રવૃત્તિ શ્રી યુગાદિ. દેવના નિયમનથી થયેલી નથી, પણ યાદૃછિકપણે થયેલી છે જે કે આર્યોના અનુકરણથી અવ્યવસ્થિતપણે થયેલી છે, તેથી તે અનાર્યોમાં જાતિભેદ કર્મથી કે જન્મથી રહેલ નથી.
આવી રીતે સનાતનવાદીઓએ અનાર્યમાં જાતિભેદ આર્યોના જે જન્મથી કે કર્મથી નથી. એ જણાવતાં જે કારણ રજુ કરેલ છે તે માની શકાય એવું છે.