________________
પુસ્તક ૧-લું
૫૫ એટલે વસ્તુતાએ આકૃતિ અને ગુણ આદિ ભેદથી જાતિની ભિન્નતા પ્રત્યક્ષ ગણાય, પણ આ મનુષ્ય જાતિને અંગે આકૃતિની ભિન્નતાથી ઘડ, ગાગર, ગોળ આદિની માફક જુદી જુદી જાતિ થઈ શકે એમ નથી.
જો કે કેટલાક મનુષ્યમાં શરીરના રંગના ભેદે અને દેશદેશના ભેદે જાતિ માને છે અને મનાવવા તૈયાર થાય છે. પણ આકૃતિના ભેદ સિવાય તેવા ભેદથી જે જાતિને ભેદ માનવામાં આવે તો, પૃથ્વી આદિ ફલઆદિ અને ઘટ-પટ આદિ જાતને કંઈ નિયમ જ ન રહે. એટલું જ નહિ પણ ખુદ મનુષ્યમાં પણ બાળ, યુવાન, વૃદ્ધ, ઠીંગણે, ઊંચે, પહેળો, સાંકડે ઈત્યાદિ બધા ભેદે હેઈને જાતિને પાર ન રહે.
અર્થાત આ બધા કથનનું તવ એ છે કે મનુષ્યમાં કોઈ આકારભેદ, દેશભેદ, ગુણભેદ કે એવો કોઈ બીજે ભેદ જાતિને ભેદ કરનાર નથી, તેથી એમ સામાન્ય રીતે સર્વદશનવાળા અને મતવાળાને કહેવું પડે છે કે મનુષ્યમાં જે જે જાતિભેદે છે તે પાછળથી થયેલા છે. સ્વાભાવિક રીતે મનુષ્યજાતિમાં તે કઈ ભેદ અસલથી નથી.
આવી રીતે સર્વદર્શન અને મતવાળાઓની મનુષ્યજાતિના સંબંધમાં અસલથી ભેદને અભાવ હતો એવી માન્યતા છતાં કે ઈ પણ દર્શનવાળો કે મતવાળો મનુષ્યજાતિમાં જાતિભેદ છે જ નહિ, એમ માનવાવાળો નથી. અર્થાત સર્વદર્શન અને સર્વે મતવાળાએ મનુષ્યમાં જાતિભેદ છે એમ માનવાવાળા છે એ જાતિભેદ માનવાવાળામાં કેટલાક કર્મભેદના પ્રભાવે જાતિભેદ માનનારા છે.
હવે ભગવાન શ્રી કષભદેવજીએ કઈ કઈ જાતને જાતિભેદ કર્યો? અને કેમ કર્યો? તે જોઈએ. જન્મથી જાતિ કે કર્મથી જાતિ?
જેમ ઈતર પદાર્થોમાં આકૃતિ ભેદે જાતિભેદ નથી થયે, એ વાત સિદ્ધ થઈ છે, છતાં મનુષ્યમાં જાતિભેદ થયે છે એ તો વગર વિવાદની જ હકીકત છે પણ તે જાતિભેદ જન્મથી? કે કર્મથી? અથવા બન્નેથી માનીયે? પણ એ વાત તે નકકી થયેલી છે કે જાતિ ભેદની જે સ્થિતિ મનુષ્યમાં દાખલ થઈ છે તે અસલથી તે હતી જ નહિ.