________________
૫૪
આગમત શ્રી ઋષભદેવપ્રભુનું સૃષ્ટિકર્પણું છે જ :
આ જગ્યા પર પાકવિધાનથી આખી સૃષ્ટિ ભગવાન શ્રી ઋષભદેવજીએ કરી છે અને કેવી રીતે કરી છે? એ આપણે ઉપર જોઈ ગયા. એવી જ રીતે શહેર, કિલ્લા, સરભર, પ્રાસાદ, વાવ આદિની શરૂઆતની સૃષ્ટિ ભગવાન શ્રી ઋષભદેવજીના પક્ષથી કે ભક્તિથી ઈન્દ્ર મહારાજે વિનીતા નગરી બનાવરાવતાં કેવી રીતે કરી છે? તે પણ સામાન્ય રીતે જોઈ.
ઘોડા, બળદ અને હાથીઓને કેમ સંઘરવા ? તેને કેમ ઉછેરવા? તેને કેમ સાચવવા? તેને કેમ વધારવા તેનો ઉપયોગ કયારે કયારે કણે કણે કેમ કરી ? આ બધું અશ્વ આદિના સંગ્રહનું સજન ઉપર જણાવ્યું તે ઉપરથી સમજી શકાય છે.
પણ જેવી રીતે ભગવાન શ્રી ઋષભદેવજીનું પાકક્રિયા, નગર સ્થાપના અને અશ્વાદિ સંગ્રહના સજનને અંગે સૃષ્ટિકારકપણું છે તેવી રીતે બલકે તેનાથી અધિકપણે ભગવાન શ્રી ઋષભદેવજી મનુષ્ય જાતિની વ્યવસ્થારૂપ સજનક્રિયા માટે તે ભગવાન શ્રી ઋષભદેવજી સુષ્ટિકારકપણમાં અદ્વિતીય રૂપે છે તે હવે જોવાનું છે.
તેથી જ આપણે મનુષ્યની જાતિઓ કેટલી? કઈ કઈ ? ક્યારથી? અને કેમ કેમ થઈ? એ વગેરેને વિચાર કરે આવશ્યક ગણે છે. તે વિચાર હવે કરીએ. ભિન્ન આકૃતિથી જાતિભેદ એ સિદ્ધાંતનું અપવાદ સાથે નિરૂપણ:
સામાન્ય રીતે જગતના વ્યવહારમાં પૃથ્વી, પાણી આદિ વસ્તુઓ જુદા જુદા આકાર કે ગુણવાળી હોવાથી તેની જુદી જુદી જાતિ ગણાય છે.
જે કે નૈયાયિક આદિના હિસાબે અન્ય વસ્તુઓની આકૃતિઓથી જુદી આકૃતિ કે રૂપવાળી વસ્તુ હોય તે પણ તેના ઘણાં સ્થાને હોય તે જ તે જુદા જુદા સ્થાનમાં રહેલી આકૃતિને કે તે જુદા રૂપને જાતિ કહી શકાય એમ માને છે, પણ એક અને અનિર્વચનીય એવા પરમેશ્વર આદિમાં પરમેશ્વરપણું આદિ જે ન માને તે અનીશ્વર વાદીની સ્થિતિમાં આવી જાય માટે તે નિયાયિક વગેરેને આખા પદાર્થમાં રહેવાવાળે એક ધર્મ તે વિશિષ્ટ તરીકે માન જ પડે છે.