________________
४८
આગમત આ હકીકત ધ્યાનમાં લેતાં સ્પષ્ટ સમજાશે કે અનેક ગુન્હેગારો એકઠા થાય, એકકો કરે અને સામને કરે તે તેઓએ રક્ષણ માટે કરેલ પિળ કે નગરદ્વાર કે કિલ્લા આદીને તેડી નાંખી તે ગુહે ગારોના સામટા સમુદાયને પણ પકડવા માટે હાથીની જ જરૂર રહે. કિલ્લાના દ્વારા તેડી પાડવાનું જે સામર્થ્ય હાથમાં છે, તે સામર્થ્ય બીજામાં નથી એ ચોકખું જ છે, વળી જનસમુદાય વિરોધી થયે હોય અને કદાચ તે વિરોધી જનસમુદાય પાસે અશ્વ અને બળદ જેવાં સાધને સારી સંખ્યામાં હોય તે પણ હાથી ઉપર ચઢેલ અને ચઢીને લડનારો જે કાર્ય અને બચાવ કરી શકે છે તે કંઈ અજાણ્યું નથી.
આ સ્થળે વાચકવૃંદે એક વાત ધ્યાનમાં રાખવી કે આ સંગ્રહની વાત ધનુષ્ય આદિની ઉપયોગિતા શરૂ થવા પહેલાની છે. એટલે બાણ ધનુષ્ય આદિને જ્યાં સુધી ઉપગ શરૂ થયે નહેાતે ત્યાં સુધી ગુન્હેગારને સંતોષવાને જ ઉપાય હતો. અને તેને દ્વારાદિકને બંધ કરવાનો જ રસ્તો હતો, અને તે વખતે હાથીના સંગ્રહની જરૂર રહે અને તેથી અશ્વ અને ગાયની માફક હાથીને સંગ્રહ થાય તે સવાભાવિક જ છે. રાજ્યાભિષેકને અંગે જ મનુષ્યોની જાતિને વહેંચવાની જરૂર:
આ વાત તે સર્વ કેને એકી અવાજે કબુલ જ છે કે અસલમાં મનુષ્યજાતિ એકરૂપે અર્થાત અવિભક્તરૂપે જ હતી એવી કબુલાત નિહેતુક નથી પણ સહેતુક જ છે.
કારણ કે બ્રાહ્મણ આદિ કોઈ પણ વર્ણની નિશાની જન્મથી કોઈ પણ હોતી નથી. અર્થાત્ મનુષ્ય માત્ર જન્મથી એકસરખો જન્મે છે. જન્મતી વખતે મનુષ્યના શરીરે કોઈ પણ જાતિની વિશિષ્ટતાનું ચિહ્ન હેતું નથી. અશ્વ, ધાન, ગભ, ગાય, બળદ, ભેંસ વગેરે જાનવરની જાતિમાં જેમ પરસ્પર જન્મથી વિશિષ્ટતા આકાર અને સ્વભાવ આદિને અંગે સ્પષ્ટપણે હોય છે, તેવી રીતે મનુષ્ય જાતિની જન્મ વખતે કઈ પણ જાતની આકાર અને સ્વભાવ અ.દિની વિશિષ્ટતા હોતી જ નથી. અને આ કારણથી સેંકડો બ્રાહ્મણ આદિ જાતિના ઉત્તમ બાળકે અધમ જાતિમાં અને અધમ જાતિનાં બાળકો ઉત્તમ જાતિમાં પિષાય છે–પિવાય છે અને કેટલાંક દેશી રાજ