________________
४७
પુસ્તક ૧-લું કરવા માંડેલું હોવાથી યુગલીઆઓને પણ સજા કરવા માટે રાજા કરવાની પ્રાર્થના નાભિકુલકરને કરવી પડી હતી.
આવી સ્થિતિમાં જે એકત્ર થયેલા મિત્રાચારીને ધારણ કરનાર બનેલા ગુન્હેગારોને પણ પહોંચી વળવાની શક્તિ ધરાવવામાં ન આવે તે રાજ્યસન ઉપર બેસવું શભાકારક ન નીવડતાં ભકારક નીવડે. માટે ટેળે મળેલા તથા વ્યવસ્થિત થયેલા અને સામને કરવા પણ તૈયાર થયેલા સમુદાયને શિક્ષા દેવાનું સામર્થ્ય હાથી દ્વારા જ બની શકે. ગુન્હેગારોની વ્યવસ્થિત ટેળીન પણ પહોંચી વળવા હાથીની જરૂર કેમ ?
એ તે દેખીતું જ છે કે એકલા-કલા ગુન્હેગારે હેય સમૂહ વગરના ગુન્હેગાર હોય, સાધન વિનાના ગુન્હેગારો હોય તે તેવાએને શિક્ષિત કરવા માટે તેવા મેટા સાધનની જરૂર નથી. અર્થાત્ ઘણા ઘોડેસ્વાર ઘણાં સામાન્ય મનુષ્ય અને ગાડીગાડાથી તેઓની ધરપકડ કરી શકાય છે અને શિક્ષિત પણ કરી શકાય છે, પણ જ્યારે ગુન્હેગારો ઘણા એકઠા થાય, વ્યવસ્થિત થઈ જાય અને કમાડ, કિલા આદિની વ્યવસ્થા કરીને લડાઈ રૂપે સામને કરવા તૈયાર થાય, ત્યારે તેઓને કબજે કરવા હાથીના ઉપયોગની લડાઈરૂપે ખાસ જરૂર પડે.
જે કે નીતિકારને ગુન્હેગારોની માફક જાનમાલ વેડફાઈ જાય તેની બેદરકારી ન હોય. સમૃદ્ધિ અને ઋદ્ધિને નુકસાન થાય તે નજર બહાર ન હય, ગુન્હેગાર કે તેની જોડમાં જોડાયેલા એક પણ જીવના એકપણ રૂધિરના બિંદુની કિંમત ઘણી જ હોય.
આ કારણથી અનીતિએ કરેલા ગંદા પ્રચારની અધમવૃત્તિની, ઘાતકીપણાની વિશ્વાસઘાતની વગેરે અનેક ગુન્હાહિત વૃત્તિઓ શત્રુની જાહેર રીતે હોય છે, છતાં શરણે આવે કે રાજ્ય છેડી દે પછી તેને બદલે કેઈપણ પ્રકારે લેવાતું જ નથી. અર્થાત્ ગુન્હેગારે તરફથી નિરપેક્ષતા અને નિર્દયતા કેળવવામાં બાકી ન રહે, તે પણ રક્ષણકારોની પદ્ધતિ મુખ્યતાએ રક્ષણ કરવાની જ હોય અને તેનાં ઘાતકી કાર્યોને બદલે લેવાની પ્રવૃત્તિ હોતી નથી.