________________
પુસ્તક ૧-લું વગેરેની નિષ્પતિ તેમના દ્વારા કરાવવા માટે બળદની સારી સંખ્યા સંગ્રહવી તે અનિવાર્ય જ છે.
જો કે હવયં લેકે કૃષિકર્મ કરે અને તેને માટે તેઓને બળદે જોઈએ અને ગાયે પણ જોઈએ. પરંતુ અહિં માત્ર રાજ્યસંગ્રહને અંગે અધિકાર હોવાથી ઉપર પ્રમાણે અશ્વના ઉપગની માફક ગાય-બળદને ઉપગ જણાવેલ છે.
વળી એ પણ જરૂરી જ છે કે ગુન્હેગારોને ગુન્હાના કાર્યથી રોકવા હોય તે તેઓને કઈ ધાધે લગાડવા એ એક ગુન્હાઓને બંધ કરવાને અને ઓછા કરવાને રસ્તે છે. એને એમ કહેવું દુનિયાદારીના વ્યવહારથી દૂર છે. એમ તે કહી શકાય જ નહિં તેથી પણુ ગાય અને બળદને સંગ્રહ કરવાની જરૂર ભગવાનને હોય તે તે પણ અસ્વાભાવિક નથી. હાથીના સંગ્રહની જરૂર શી?
કાયિકદંડથી દમી શકાય એવા નારોલા કે નાસતા ગુનેગારોમાં એકને ખેળવા માટે અશ્વની જરૂર જેમ હતી અને ઘણા ગુનેગારોને કે ઘવાયેલા અથવા અશક્ત એક કે અનેક ગુનેગારોને લાવવા માટે તેમજ ગુન્હેગારે ગુન્હેગારની દશામાંથી ઉદ્યોગની દશામાં લાવવાથી ગુન્હો કરતા રોકાઈ જાય તે માટે પણ ગાય બળદના સંગ્રહની જરૂર ગણાય. પણ સામા થતા ગુન્હેગારોની શિક્ષા માટે તે હાથીની જ જરૂર રહે.
ઉદ્યોગનો ઉપદેશ અનર્થદંડ ગણાય તે ઉદ્યોગની પ્રવૃત્તિ સારી કેમ ગણી? - જેન શાસ્ત્રને જાણનાર મનુષ્ય શ્રાવકના બારવ્રતના સવરૂપને જાણનાર હોય અને તેથી કઈ ખેડૂત આળસુ હોય અને તેને જે એમ ઉપદેશ દેવામાં આવે કે તારી જમીનને ખેડ, તારા બળદને કેળવ ઈત્યાદિ તે તે દેવાતે ઉપદેશ અનર્થદંડ છે. તે પછી બીજાને ઉદ્યોગ ચડાવવા માટે ગાય બળદ વગેરેને સંગ્રહ કરે તે અનર્થદંડ કેમ નહિ ગણ? આવી શંકા સહેજે થાય. પણ એ શંકા કરવી અહીં વ્યાજબી નથી.