________________
પુસ્તક ૧-લું રાજધામ તે રાજધાની અને તેને વિસ્તાર:
આ રીતે જ્યારે સત્તા, સલાહ અને બળ એ ત્રણેનું કેન્દ્ર રાજાનું ધામ બને ત્યારે જીવનનિર્વાહ તથા સુખ સંપત્તિના સાધને પણ દેશદેશના ખુણે ખાંચરેથી પણ ત્યાં આવે તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી.
ઈંગ્લાંડ જેવા મુખ્યતાએ માત્ર લેતું અને કેલસા જ ધરાવનારા દેશે પણ રાજસત્તાની શક્તિથી જ લંડન જેવા સર્વદેશીય પ્રજાજનોના સ્થાન થનારાં શહેરે ધરાવી શકે છે, તે પછી જે રાજાઓ સમૃદ્ધિ સંપૂર્ણ સ્થાનમાં પિતાનું ધામ કરે તે સ્થાને વર્તમાનકાલના લેકની કલ્પનામાં પણ ન આવે તેવા મોટાં શહેરા વસી જાય તેમાં આશ્ચર્ય જ શું ? અધ્યા આદિ રાજધાનીનું પ્રમાણ:
આ બધી વસ્તુસ્થિતિ જેનાર મનુષ્ય અયોધ્યા, રાજગૃહી દ્વારિકા વિગેરે નગરીઓની લંબાઈ બાર જોજનની અને પહેળાઈ નવ જેજનની શાસ્ત્રકારોએ વર્ણવી છે તે વાસ્તવિક જ છે, પણ અતિશયોક્તિ ભરેલું નથી એમ સહેજે સમજી શકાશે.
વર્તમાનમાં પણ મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવાં સરકારના પ્રતિનિધિ તરીકે આવનારા ગર્વનરાના ધામે થવાથી કેવા દરેક જુગે વૃદ્ધિ પામે છે. એ વિચારનાર ભારતીય મનુષ્ય પ્રથમકાલની રાજ ધાનીઓના પ્રમાણમાં કોઈ પણ પ્રકારે અતિશયોક્તિને સ્થાન આપી શકે નહિં. વિનિતા રાજધાનીની અનેખી મહત્તા:
પણ ભગવાન ઋષભદેવજીની વિનીતા રાજધાનીને અંગે તેવા પ્રપંચે, બળાત્કારો અને તેવાં સાધને સવાભાવિક રીતે ન હોવાથી ઉપર જણાવેલી રીતીએ રાજધાનીને મોટા રૂપમાં આવવાને સંભવ ન હતા.
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઋષભદેવજીને એકલાને જ આદ્ય રાજા તરીકે અભિષેક તે વખતે થએલે હતું અને તેથી ખંડીયા રાજાઓને, તેના સલાહકારોના નિવાસને અને તેમના બચાવ માટે રહેતા સિન્યના નિવાસ સાથે તે સર્વને