________________
૨૮
આગમત ઉપસર્ગ કરતાં ગજસુકુમાલજીને થએલા કેવળ અને મોક્ષમાં સહાય કરનારો ગણ્યો, તે પછી જેઓ કદાચ એમ ધારણા રાખે કે પૂજ્યને કૂતરાં કરડાવવાથી લાકડીએ મારવાથી કે મારી નાંખવાથી પૂજ્યની અઢળક નિર્જર કરશે, અને એવી ધારણું રાખીને પૂજ્યને કૂતરો કરડાવવા વગેરેનું કાર્ય કઈ કરે તે તેવું કાર્ય કરનાર ભીખમજીના હિસાબે પૂજ્યની અઢળક થતી નિજરામાં પૂરેપૂરે સહાય કરનારા બને. આ ઉપર જણાવેલી હકીકત સમજનારે કોઈપણ મનુષ્ય ભયંકર ભીખમજીના ભીખમ પંથમાં ભૂલેચૂકે પણ જઈ શકે નહિ. પુણ્યાનુબંધી પુણ્યથી સ્વ-પર ઉભયને સુખ:
આ સર્વ હકીકત ધ્યાનમાં લેતાં વાચકવૃંદ સહેજે સમજી શકશે કે પૂર્વભવે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રચંડ પ્રતાપે જ તીર્થંકર મહારાજા ગર્ભથી આરંભીને નિર્વાણ સુધીની દશામાં ઇંદ્રાદિક દેવે દ્વારા કે કુદરત દ્વારા હવ–પર અને ઉભયને સુખ કરનારા જ થાય છે. તેવી રીતે સુખ કરનારા જ હોવાથી ભગવાન તીર્થંકરની ભક્તિરૂપે ઈંદ્રાદિક દેવેએ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કર્યો, તે તેમની સર્વ અનુકૂળતા માટે જાણવું.
શત્રુંજય માહાસ્ય વગેરેમાં જેનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, તેવી બોર જન લાંબી અને નવ જન પહેલી અને ગગનચુંબી ભવનોએ ભૂષિત, અદ્ધિ-સમૃદ્ધિના અખૂટ ખજાનાવાળી વિનીતા નામની નગરી વસાવવાને માટે વૈશ્રમણને વાસવ આદેશ કરે તે યોગ્ય જણાય છે. ઈન્દ્ર મની ભક્તિ તરીકે વિનીતાની સ્થાપના :
ભગવાન ઋષભદેવજીની તીર્થકરપણાને અંગે ઈન્દ્ર મહારાજ તરફથી કરાતી અનેક જાતની ભક્તિમાં કુબેરભંડારી દ્વારા અનેક ગગનચુંબી ભુવનેથી ભૂષિત એવી વિનીતાનગરી રચાવવામાં આવે તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી.
જો કે આ વિનીતાનગરી રચવાને અંગે ઈન્દ્રને, ભંડારીને કે કેઈને પણ કાંઈ વિચાર કરવાની જરૂર હોય નહિ, કારણ કે સામાન્ય રીતે નિયમ છે કે રાજાનું જે સ્થાન થાય તેને રાજધાની કહેવી પડે.