________________
પુસ્તક ૧-લું
૨૩. તેટલામાં તેના પુણ્ય પ્રભાવે ઘણા દેવતાઓ સેવામાં હાજર થાય છે. અને ઘણા દેવતાઓ તેઓને વિનંતિ કરે છે કે “આપનું વચન અમને ઘણું જ પ્રિય લાગે છે અને તેથી આ૫ વારંવાર બેલે” તેવા દેવપણામાં જાય છે પણ આવી સ્થિતિ સમ્યક્ત્વાદિ દ્વારા જેઓએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેઓની જ હોય છે. પુણ્યાનુબંધી પુષ્પવાળાના નરભવની મહરતા
પુણ્યાનુબંધી પુણ્યને બધિનારા સમ્યકત્વાદિને ધારણ કરનારા જી એકલા દેવના ભવમાં જ સમ્યક્ત્વાદિના ફળરૂપ પુણ્યાનુબંધી પુણ્ય ભોગવે છે એટલું જ નહિ, પણ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ જાતિ એટલે દેવ ભવમાંથી થવીને ઉત્તમ મનુષ્ય ભવમાં આવવું પણ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે ઉત્તમ સ્વરૂપે હોય છે." તીર્થકર ભગવાન આદિ નીચ કુલે કેમ ન આવે? ને તેથી જ તે સમ્યકત્વ વિગેરેને ધારણ કરનાર તીર્થકર મહા રાજ જેવા જીનું મનુષ્ય ભવમાં આવવું થતાં પણ અંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, કૃપણુકુલ, ભિક્ષાચરકુલ જેવા તુચ્છ કુલમાં આવવું થતું નથી. છતાં કદાચ કોઈક તેવા મિથ્યાત્વાદિ દશામાં બાંધેલા નીચગેત્ર કે અંતરાયાદિ કર્મોને લીધે આવવું થાય, તે પણ ઈન્દ્ર કે બીજા દેવે તે સમ્યક્ત્વાદિ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય કરવાવાળા જીનું ગર્ભાવસ્થામાં પણ પરાવર્તન કરી નાંખે છે.
આ વસ્તુને બારીક દષ્ટિથી સમજનાર મનુષ્ય ભગવાન મહાવીર મહારાજના ગર્ભ પરાવર્તનને અગ્ય કે અસંભવિત માની શકે જ નહિ. ગર્ભપહરણ એ આશ્ચર્ય કેમ?
ભગવાન મહાવીર મહારાજનું થયેલું ગર્ભ પરાવર્તન આશ્ચર્ય તરીકે ગણાય છે, પણ તે માત્ર અહંતુ આદિ ઉત્તમ પુરૂષોની અપેક્ષાએ જ છે. અર્થાત્ તેવા પુરૂષનું ગર્ભનું પરાવર્તન થવું તે તે પુણ્યાનુબંધી પુણ્યના ભેરથી જ હોય છે. પણ તેવા ઉત્તમ પુરૂષને મિથ્યાત્વ દશામાં બાંધેલા નીચ શેત્રાદિ કર્મો રહે અને