________________
આ
ગ....મ ૨હસ્ય
દુષમા કાલથી મેધાદિની હાનિ જણાવનાર વાકય નિયામક નથી,
દુષમકાળમાં પણ પ્રસંગે પ્રસંગે શ્રુતકેવલી સરખા શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, પ્રકરણના પ્રવાહને વહેવડાવવામાં અનુપમ શક્તિ ધરાવનાર ભગવાન હરિભદ્રસૂરિજી, અઢારે દેશમાં સજીવ માત્રની શુદ્ધ દયા પ્રવર્તાવનાર પરમહંત મહારાજા કુમારપાળને પ્રતિબોધ કરનાર વ્યાકરણાદિ ચતુર્વેદના વિધાતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, છેવટે અઢારમી સદીમાં જૈનશાસનની જય પતાકાને ફરકાવનાર તથા સ્વપર મતના નવ્ય અને પ્રાચીન સર્વ સિદ્ધાંતના જ્ઞાતા અદ્વિતીય વિદ્વાન ન્યાયાચાર્ય શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય વિગેરે મહાપુરૂષે શાસનની શેભાને વધારનારા થઈ ગયા એ ઇતિહાસ સિદ્ધ જ હકીકત છે.
તેથી દુષમકાલને લીધે મેધાદિની હાનિ જે શાસ્ત્રકારોએ જણાવી છે, તે માત્ર બહુલતા એ તેમ હોવાને લીધે સંગતિપ્રદર્શક વાક્ય તરીકે છે. પણ તે નિયમપ્રદર્શક વાક્ય તરીકે નથી.
આ સર્વ હકીકત જણાવવાનું કારણ એટલું જ છે કે અવસપિણી કાલને પ્રભાવ રૂ૫-રસાદિની હાનિ ઉપર જ પડે છે, અને આ જ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ અવસર્પિણીના અધિ. કારમાં રૂપ, રસ ગંધાદિની હાનિ જણાવવા દ્વારા સ્પષ્ટ કરેલી છે.
કાળ પ્રભાવે હાકાર આદિ નીતિની હદનું ઉલ્લંઘન
આવે પુદ્ગલે ઉપર અવસર્પિણીને પ્રભાવ પડતો હોવાથી જે ક૯ વૃક્ષો પ્રથમ યુગલિયાઓને જીવન નિર્વાહની સર્વ સામગ્રી યથેચ્છ રીતે પૂરી પાડતા હતા, અને ધરાએલાને જેમ ફાંફાં મારવાનાં હેય