________________
આગમ ન્યાત છે, ત્યારે લૌકિક દષ્ટિ બાદ્યસંગે ઉપર આધાર રાખે છે, પરંતુ એનેય છેટે પરિણામ ઉપર આધાર રાખવો જ પડે છે. હવે આ મુખ્ય સિદ્ધાંત સાબિત કરી લીધા પછી આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ. ફાસુક અને અચિત્ત
શ્રાવકે એ વિચાર કરે જોઈએ કે “અચિત્ત એષણાય” એટલે હું નિજીવ અને શુદ્ધ ખાવાવાળો થાઉં, જે આ રીતે વર્તે છે, તે ઉત્કૃષ્ટ શ્રાવક છે, ફાસુ-એષણીય આહારવાળા થવું, તે ઉત્તમ છે, પરંતુ ફાસુ-એષણય એ બધા જ ન લઈ શકે. બધા જ એ આહાર લે એવું બનવું જ અશકય છે માટે જ ફાસુ એષણાયની અશકયતાએ તે ન હોય તે પણ અચિત્ત હેય એ ગ્રાહ્ય છે, એ શાસ્ત્રકારોને દઢ મત છે. અચિત્ત સર્વોત્તમ છે, એની તે કોઈ ના પાડી શકે એવું છે નહિ, પરંતુ અચિત્ત સ્વાભાવિક શુદ્ધ ન બને તે એકલું ફાસુ કરેલું પણ અચિત્ત જ લેવાને શાસ્ત્રાધાર છે, હવે તમે કઈ એ પ્રશ્ન કરશે કે ગૃહસ્થ અચિત્ત આહાર પિતાને હાથે બનાવીને તે ખાય છે, તે પછી તે જ ગૃહસ્થ સચિત્ત વસ્તુઓને આહાર લે તે તેમાં ખોટું શું પાણી સચિત્ત પીએ તે માત્ર અપકાયની વિરાધના થાય છે, અને એજ પાણી અચિત્ત કરવા જઈએ તે તેથી છએ કાયની વિરાધના થાય છે, તે છએ કાયની વિરાધના કરી અચિત્ત પાણી પીવું તેના કરતાં માત્ર એકલા અપૂકાયની જ વિરાધના થવા દઈને સચિત્ત પાણી પીવું તેમાં ખોટું શું? જે શંકાવાદીએ આવી શંકા ઉઠાવે છે તે નિ:સંશય શાસ્ત્રશ્રદ્ધા વિનાના જ છે. અપેલ દુપોલ ઔષધિ :
જેઓ શાની શ્રદ્ધાવાળા છે, તેઓ ઉપર પ્રમાણેની શંકા કદી પણ કરી શકવાના જ નથી. વંદિતાસૂત્રમાં સાતમું વત ગપગ પરિમાણ છે, તેના પ્રકરણમાં અતિચારને વિષય જણાવતા કહ્યું છે કે,