________________
પુસ્તક શું
કરે છે. તેના ઘરની સમૃદ્ધિ જુએ છે, અને લૂંટવાને તથા પેલા ઝવેરીનું ખૂન કરવાનો વિચાર કરે છે. હવે એની મને વૃત્તિ કેવી -નીચ અને પાપી છે? તેને ખ્યાલ કરજે, પરંતુ એજ સમયે તેને તેને બાપ ત્યાં આવીને એના ભાઈને ઓળખાવે ! એના ભાઈને સંબંધ ખુલ્લો પાડે! તમે બે એક લેહીના છે! એ વસ્તુ યાદ દેવાડે અને તે છતાં પણ પેલે ધાડપાડુ તલવાર ઉંચી કરીને મારવા જાય તે એની મને દશા કેટલી નીચ હશે ? તે વિચારવા જેવું છે!
ધમી પાપ કરે છે?
પિતાના ભાઈને ઓળખ્યા વિના મારવા જનારાના કરતાં તેને ઓળખ્યા પછી પણ મારવા જનારાની મદશા વધારે નીચ અને ભયંકર છે, એમાં જરાય શંકા નથી ! એ જ પ્રમાણે જે આત્માઓ ધર્મ સમજેલા નથી તેઓના હાથે પાપના કામો થતા તેમના હૃદયમાં જેટલી કાળાશ હોય, તેના કરતાં વધારે કાળાશ પેલાના હૃદયમાં હેવી જ જોઈએ કે જેઓ ધર્મ શું છે? એ સમજ્યા પછી એ સમજ્યા - છતાં પણ અધર્મને આદરે છે ! જે ધમને જ નથી સમજે તે બિચારે અધર્મને ટાળી શકતું નથી, જે દેવદ્રવ્યનું કેડી જેટલું પણ ભક્ષણ કરે છે, તેની ઉપેક્ષા કરે છે, તેવા આત્માઓ સમ્યકત્વથી રહિત થાય છે. જે ધર્મમાં જોડાયેલા ન હોય તેવા આત્માએ પાપાચાર સેવે, અધમ કરે, તે ધર્મ જાણનારાઓ પણ તેને ધર્મ કહીને ધમને ઉપદેશ આપી શકે, પરંતુ ધર્મને જાણનારા જ પાપ કરવા મંડી પડે તે પછી ધર્મને ઉપદેશ કોણ આપવા નીકળવાનું હતું? એ પ્રસંગે તે ધર્મને અંત આવે કે બીજું કાંઈ ? એમાં વધારે મૂર્ખ કેશુ?
ધર્મના કરતાં જે દ્રવ્યની કિંમત વધારે ગણતા હોય તેવા પાપાત્માઓ ધર્મને ભૂલીને દેવદ્રવ્યભક્ષણરૂપ અધર્મમાં જઈ શકે. ધર્મને ન જાણનારે અધર્મ આચરે તે એટલે બુર છે, તેના કરતાં