________________
૫૮
આગમ ચેત
ભગવાન નથી, દુખ આપનાર તેઓ નથી, તેઓ દુઃ ખમનાર છે. છતાં દુખે આપનારને તેઓ ખમાવવા જાય છે.
આ તરફ પેલો કમઠ હાથમાં શિલા ધરીને ઉગ્ર તપ તપે છે. જે પાર્શ્વનાથને જીવ સામે આવે છે, તે જ પેલે શિલા ધરીને તપ તપતે કમઠ એ શિલા પાર્શ્વનાથજી ઉપર ફેકે છે. અહીં ભગવાનના જીવને ક્રોધ આવતું નથી. જે તેમને પણ ક્રોધ આવ્યે હેત તે અહીં બે પક્ષે વેર શરૂ થાત, પરંતુ તેમ થતું નથી. એકજ ભવમાં કમઠ પાર્શ્વનાથજીના જીવને સંકટ આપતું નથી, પરંતુ તેને ભવે ભવે સંકટ આપે છે. મરણાંત ઉપસર્ગો કરે છે, છતાં ભગવાને અપ્રતિમ સહનશીલતા દાખવી, તે સઘળું ગળી જાય છે. પ્રચંડ વરસાદ વરસ્યો !
આ ભવભવના સઘળા સંકટ ઓછાં હેય, તેમ છેવટે મેઘમાળી દેવ થયેલ એ તાપસ ભગવાનને નાશ કરવા પ્રચંડ જળ વરસાવે છે. કમઠ શ્રી પાર્શ્વનાથ પાસે આવે છે, ત્યારે તેની ક્રિયા કે પરિણામ એકે શુભ નથી જેનું ભવભવનું વેર છે, જેણે ભગવાનના આત્માને ભવભવ મરણાંત ઉપસર્ગો કર્યા છે. ભગવાનનો જીવ સામે ખમાવવા આવે, તે તે સમયે જેણે તેમના ઉપર શિલા કી છે, એ અધમ આત્મા, તેના પરિણામે કેવા હશે ? ભગવાનને ડુબાવી દેવાના આશયથી તે પ્રચંડ વરસાદ વરસાવે છે. પરંતુ આટલા સંકટ છતાં દયામતિ પાર્શ્વનાથજીના હૃદયમાંથી દયા હઠતી નથી, એ જોઈને કમઠની સાન ઠેકાણે આવે છે. તેને પિતાના દુરાચારે સમજાય છે. ભગવાનના આત્માની મહત્તા તે સમજે છે, અને છેવટે એ શરણે આવે છે. પરિણામે આ પ્રચંડ પાપાત્મા બ્રાહ્મણ કમઠ તે પણ ભગવાનના આત્માની દિવ્યતા નિહાળી સમ્યકત્વ પામે છે. આ ક્ષમા લોકોત્તર દષ્ટિએ નથી :
આ ઉદાહરણમાં ભગવાન શ્રી પાર્શ્વનાથજીએ જે ક્ષમા દર્શાવી છે એ ક્ષમા કેત્તર દષ્ટિએ આવી નથી. આત્માને કર્યું લાગે છે