________________
પુસ્તક ૩ જુ
ભભ કમઠ નથી
કમઠે ભગવાનને ઉપસર્ગ એકજ ભવે નહેતે કર્યો, પરંતુ આગલા ભવના કમઠના જીવે ભગવાનને દશ ભવ સુધી મરણાંત ઉપસર્ગો આપ્યા હતા. આ પ્રસંગમાં ભગવાન પાર્શ્વનાથજી અને કમઠ એમને ઉભય પક્ષી વર ન હતાં, ભગવાન સામે વેર વાળવા માંગતા ન હતા માત્ર વેર વાળવાની વૃત્તિ તે કમઠમાં જ વિદ્યમાન હતી. કમઠ ગુન્હેગાર હતું. તેણે ભગવાનને ઉપસર્ગો આપ્યા હતા અને તેને જ ભગવાન ઉપર વૈર હતું. પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પહેલા ભાવથીજ કમઠે કાળાં કૃત્ય કર્યા હતાં. કાળાં કૃત્ય કરનાર પાર્શ્વનાથજીનો આત્મા ન હતે. ભગવાન પાર્શ્વનાથજીના જીવે તે સહનશીલતાની પરાકાષ્ઠા જ દર્શાવી હતી.
પાર્શ્વનાથજીને આત્મા અને કમઠને આત્મા એક ભવમાં સગાભાઈ તરીકે હતા. આ સગાભાઈએ પાર્શ્વનાથજીના પૂર્વભવની સ્ત્રી સાથે એક ઘાલમેલ કરી હતી. એક તિય"ચની વાત લે તે તેનાથી પણ પિતાની સ્ત્રીને પરાભવ નથી સહન થતું, પરંતુ ભગવાન પાર્શ્વનાથજીના જીવે પિતાની પત્નીનું અપમાન પણ સહન કરી લીધું હતું. વિચાર કરજે કે ભગવાનની આ કેટલી બધી સહનશીલતા હતી ? ભગવાનની સહનશીલતાની અહીં અવધિ હતી. હવે કમઠના જીવને માલમ પડયું કે મારા ભાઈએ પિતાની પત્નીના અપમાનની ઘટના મહારાજાને કહી હશે અને તેથી રાજા પિતાને સજા કરશે, એમ ધારીને કમઠને જીવ તાપસ બન્યો હતે. અપ્રતિમ સહનશીલતા
રાજ્યની દષ્ટિએ, શાસ્ત્રની દષ્ટિએ, રાજકુટુંબની દષ્ટિએ રાજકુમારની પત્નીનું અપમાન એ ગુને મહાભયંકર છે, છતાં ભગવાન્ પાર્શ્વનાથજીને જીવ દૈધ નથી કરતા. તેઓ વિચાર કરે છે કે પેલો કમઠ ઉગ્ર તપ તપે છે, તેને જઈને ખમાવી લઉં, હવે અહીં ભગવાનના જીવની સહનશીલતા કેટલી છે? તે ધ્યાનમાં લેજે. ગુને કરનાર