________________
૨૫
પુસ્તક ૩ જુ પ્રાપિશ્વિત વિશેષણ ન લેતાં કેવલ પ્રતિબંધક-નિવૃત્તિને લેતા હતા, તેઓને તે પરંપરા સુધી દેડવાની જરૂર જ નથી.
આ સ્થલે એટલે વિચાર કરવાની જરૂર છે કે પ્રારિખ્રિત વિશેષણ ન લગાડીએ તે સંવર અને નિર્જરાના સર્વ કારણે મંગલ થઈ જાય, પણ તેની હરકત નથી, કારણ કે જ્ઞાન આદિને પણ “મંગલ માની લેવા સાથે તેને નિર્દેશ માત્ર પણ “મંગલ” તરીકે માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં “સુચં” એવું સાંભળવાના અર્થવાળું પદ પણ કૃતજ્ઞાનવાચક લઈને “મંગલ” તરીકે ગણાવાયું છે. વળી કેટલીક જગો પર “સમ્યક તથા કેટલીક જગો પર “ધમ આદિ શબ્દોને પણ “મંગલ” તરીકે ગણવામાં આવેલા છે.
તત્વ એ કે સંવરને નિર્જરાના કારણેને “મંગલ' તરીકે લઈ તેનાથી થતી પ્રતિબંધકની નિવૃત્તિ ફલ તરીકે માનવામાં આવે છે. આ પક્ષથી એક ફાયદો એ થાય છે કે વતઃ વિનાભાવવાળાને પણ મંગલાચરણ કરવામાં હરકત આવતી નથી, કેમકે તૃતીય ઔષધ માફક આ મંગલ પ્રારિપિસતના પ્રતિબંધકની હયાતીમાં તેને દૂર કરે છે, નહિંતર આત્માના શુભ અધ્યવસાયની પુષ્ટિ કરી નવા આવતા પ્રતિબંધકોનું કાણુ અગર આવેલાને નાશ કરી અધિક નિર્મલતા કરી જ્ઞાનેદય કરે છે કે જેથી બીજા ગ્રંથમાં પણ તેને સરલતા થવા સાથે શીધ્ર સમાપ્તિને વખત આવે છે.
આ વાત તે અનુભવસિદ્ધ છે કે દરેક ગ્રંથકારને આગળ ઉપર કરવામાં આવતા ગ્રંથમાં અલ્પ વખત લાગવા સાથે ચમત્કારને વધારો થાય છે. જો કે બીજા અભ્યાસને તેનું (શીવ્રતા અને ચમત્કારનું) કારણ જણાવે, છતાં તે અભ્યાસ તેનું સાક્ષાત્ કારણ બનતું નથી. પણ તેના ક્ષપશમરૂપ કારણનું કારણ થાય છે. ને તેથી શાપશમને હેતુ તરીકે તે વધારે સારો છે. ઉપર જણાવ્યા પ્રમાણે જે ક્ષોપશમ હેતુ માનીએ ને તેને માટે મંગલાચરણની જરૂર માનીએ તે અતીન્દ્રિયજ્ઞાનીઓ અને ગણધર મહારાજે