________________
પુસ્તક ૩ જુ
૧૩
માથાના દુખાવાની દવા પચાસ હોય, પણ જયાં સુધી તમારા અશુભને ‘ઉદય પુરે થાય નહિ, ત્યાં સુધી દવા લાગુ થાય નહિ અને જ્યારે કમનું હલકાપણું થવાનું હોય ત્યારેજ દવા-ઉપચાર વિગેરે લાગુ પડે છે. ડૉકટર કે વૈદ્યને પણ એજ કાયદો લાગુ પડે છે. ત્યારે હવે વિચારે કે કર્યું કે આ માટે કર્મની દશા વિચારે. કર્મને - ઉદય જ્યારે તૂટી જવાને કે બંધ થવાને હેય એજ વખતે પેલું સાધન મળે અને એ જ વખતે અનુકુળ દવા લેવાનું પણ સૂઝે. કમની થીયેરીમાં દવાને, ડૉકટરને, સાધનને કર્મના અંતે અનુકૂળ થવાનું માની લેવામાં અડચણ નથી. એવું કર્મવાદીઓને સમજાવવું પડે તેમ નથી. બાળક ગુન્હેગાર ક્યારે ગણાય?
ઇશ્વરની થીયેરીમાં એથી ઉલ્યું છે. દુઃખ કરે પરમેશ્વર અને મટાડે વૈદ્ય! એટલું જ નહિ, પણ દુનિયાના ઘાતકીમાં ઘાતકી રાજે પણ બાળકના ગુન્હાની સજા કરવાને તૈયાર નથી. બાળક કેટલા વર્ષ સુધી ગણ શકાય? આપણા શાસ્ત્રની અપેક્ષાએ ૮ વર્ષ ગર્ભાછમે ૭ જાય. સાતની અંદર બાળક ગણાય. સાતથી ચૌદ વર્ષની
અંદર માજીસ્ટ્રેટને પરીક્ષાનું સ્થાન, બુદ્ધિવાળો પણ સાતની અંદર નિર્દોષ ગણાય અને પછી ચૌદ સુધી પરીક્ષા લઈ ગુન્હેગાર બનાવી શકાય. પણ ચૌદ પછી તે ગુન્હેગાર ઠરાવી સજા પણ કરી શકાય. એમાં ઉમરને લાભ ન મળે. આપણે આઠને સમજણુ વાળા માન્યા, જ્યારે કાયદાએ સાત વર્ષને સમજણના માન્યા. ઈશ્વર ઉપર આરોપ :
જંગલીમાં જંગલી રાજા કે રાજ્યને કઈ પણ અધિકારી સાતની અંદરના બાળકની ઉપર આરોપ મૂકી, ગુનહેગાર ગણું શિક્ષા કરવા તૈયાર નથી. ત્યારે ઈશ્વર બાળકને પેટમાં ગર્ભસ્થાનમાં રહે ત્યારથી સજા કરવાને માટે તૈયાર એમને ? ગર્ભમાં દશા થાય છે, તે ઈશ્વરને માથે ને ? જન્મતા બાળકો બધાજ નિરોગી હોય છે?