________________
આગમ જેત
વેલ છે, તેને માનનાર મનુષ્ય તે દ્રવ્યત્યાગ થયો હોય કે ન પણ થયો હય, છતાં તે દ્રવ્યત્યાગના પ્રભાવથી જ મોક્ષ છે એમ માન્યા શિવાય રહી શકે જ નહિ. અર્થાત્ દ્રવ્યત્યાગની જે વૈકલ્પિકતા ભાષ્યકારાદિકેએ બતાવી છે તે આકસ્મિક સંગે દ્રવ્યત્યાગની ભાવનાવાળાને તે ત્યાગના થયેલા વિકલ્પને આભારી છે. દ્રવ્યત્યાગની મેક્ષકારણુતા
જે એમ ન માનીએ તે સર્વ શાસ્ત્રકારોએ પ્રવજ્યારૂપ ચારિત્ર કે જે આરંભ પરિગ્રહના ત્યાગરૂપ છે અને જે પ્રવજ્યા તે મેક્ષ પ્રતિ લઈ જનાર જ છે, એમ જણાવી દ્રવ્યત્યાગરૂપ પ્રવજ્યાને મોક્ષના કારણ તરીકે જણાવી છે તે સત્ય કરી શકે નહિ. જેમ કોઈ જ પર દંડ શિવાય હાથથી ચકને ફેરવીને કઈ કુંભાર ઘડે કરી પણ લે, છતાં તેવા કેઈક બનાવથી ઘડાના કાર્યને અંગે દંડને અસિદ્ધ ગણાતું નથી. તેમ કોઈક તેવા જીવને દ્રવ્યત્યાગને પરિણામ છતાં આકસ્મિક સંગે તેને તેવા ઉત્કૃષ્ટતર પરિણામ આવી જવાથી કદાચ દ્રવ્યત્યાગ થવા પહેલાં જ કેવલજ્ઞાન કે સિદ્ધિ થઈ જાય, પણ તેથી દ્રવ્યત્યાગનું મોક્ષકારણપણું ઉડી જતું નથી. સ્વલિંગ એટલે?
આ કારણથી શાસ્ત્રકારમહારાજાએ તે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ દ્રવ્યત્યાગને સ્વલિંગ એટલે મોક્ષનું લિંગ કહે છે. અર્થાત દ્રવ્યત્યાગ જે મેક્ષનું કારણ ન હોય તે તે દ્રવ્યત્યાગને સ્વલિંગ તરીકે કહેવાનું રહે નહિં, આ સ્વલિંગના અર્થને સમજનાર અને વિચારનાર મનુષ્ય કઈ દિવસ પણ દ્રવ્યત્યાગને જરૂરી માન્યા શિવાય અને મોક્ષના કારણ તરીકે માન્યા શિવાય રહી શકશે નહિં.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે શાસ્ત્રકારોએ દ્રવ્યત્યાગને સ્વલિંગ માન્યું છે ત્યારે તે પ્રાણાતિપાદિની નિવૃત્તિ કરવા રૂપ દ્રવ્યત્યાગમાં નહિ રહેલાને ગૃહિલિંગ અને અન્યલિંગવાળા માનેલા છે. રજોહરણ અને ત્યાગના લિંગને સ્વ એવું વિશેષણ લગાડયું છે. ત્યારે ગૃહસ્થ અને અન્યમતની પ્રવૃત્તિને ગૃહી અને અન્ય