________________
પુસ્તક ૩ જું
સમ્યગ્દર્શનાદિ ભાવલિંગ
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સમ્યગ્દષ્ટિનું અવ્યાબાધ સ્વરૂપ એવું મોક્ષપદ જ સાધ્ય છે તે.
એ વાત હવે જણાવવાની રહી જ નહિં કે મોક્ષના સાધનમાં સમ્યગ્દષ્ટિની જ સુંદર પ્રવૃત્તિ હય, અને મોક્ષના સાધનોનો વિચાર કરીએ તે જરૂર માલમ પડશે, કે સમ્યમ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર શિવાય મોક્ષની સાધના થઈ શકતી જ નથી.
તેથી ભાષ્યકાર મહારાજ મેક્ષ પ્રાપ્તિને અંગે તે સમ્યગ્દર્શન આદિ ત્રણને ભાવલિંગ માને છે. અને તે ભાવલિંગને અવ્યભિચારી એટલે તે સમ્યગ્દર્શનાદિ ત્રણ શિવાય મોક્ષ થાય જ નહિં, એમ માને છે. દ્રવ્યલિગની ભજનાનું રહસ્ય
પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ જે ત્યાગ તે દ્રવ્યલિંગ છે. અને તે દ્રલિંગ મેક્ષની સિદ્ધિ માટે વિકલ્પવાળું છે, એમ ભાષ્યકાર મહારાજ વગેરે જણાવે છે. પણ તે દ્રવ્યલિંગની ભજના માત્ર આકરિમક સંગે ઉત્પન્ન થતી ભાવનાએ પ્રાણાતિપાતઆદિને છેડવારૂપ દ્રવ્યત્યાગની પરિણતિ થતાંની સાથે લઘુકમ પણાથી થતા ઘાતી કે અઘાતી બન્ને પ્રકારના કર્મને ક્ષયને આભારી છે. અને અન્યલિંગે કે ગૃહલિંગે કહેવાતે અને થતે મેક્ષ પણ તેવા સંગને જ આભારી છે. - અથત પ્રાણાતિપાતઆદિના ત્યાગ કરવાના પરિણામ રૂપ અને તે દ્રવ્યત્યાગને ઉપાદેય માનવાના શુદ્ધપરિણામ શિવાય ભાવલિંગ આવતું નથી. અને તે આવ્યા વિના મોક્ષ થતું જ નથી.
જે દ્રવ્યત્યાગની જરૂરીયાત ન માનીએ તે નરક દેવ અને તિયચની ગતિમાં પણ મોક્ષની પ્રાપ્તિ થાય એમ માનવું પડે. કારણ કેતે નરકાદિ ત્રણે ગતિઓમાં સમ્યગ્દર્શનાદિની તે યોગ્યતા રહેલી જ છે. મનુષ્યગતિમાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એમ શાસ્ત્રકારોએ જે જણા