________________
પુસ્તક ૨-જું દારૂના નુકશાનની વાત રુચે નહિ. તેમ આ પણ મોહની જાળમાં ફસાયેલે છે ભભવ મેહથી હેરાન થયે, રખડ્યો, જન્મ જરાદિ ખેડ્યા, પણ પાછા જ્યાં આરંભાદિને વખત આવે ત્યારે એને એ. તેમાં બચાવનું સાધન એક જ. જગતમાં બીજું કંઈ સાધન નથી. ચાહે સર્વાર્થસિદ્ધમાં જાવ! પણ આરંભાદિથી બચાવનાર સાધન નથી.
આખું જગત નિરાધાર અશરણુ અનાલંબન, પણ તેમાં એક જ આધાર, આલંબન, સથવારે, શરણ તે જિનેશ્વર મહારાજનું વચન; તે સિવાય બીજું કોઈ નથી. - જેમ અત્યંત ગે હેરાન થયેલે વૈદના વચને જેમ બરાબર પ્રવર્તે છે, તેમ અહિ આ જીવ જન્મ જરા મરણ વગેરેની વ્યાધિ મટાડવા માટે જિનેશ્વર ભગવાન રૂપી વેદનું વચન તે પ્રમાણે વર્તે માટે જ કહ્યું કે- વચનની આરાધનામાં ધમ' કહે છે. આવું વચન તેનું સ્વરૂપ, વિષય, ફળ, આરાધના કઈ રીતે કરવી? તે અધિકાર અગ્રે વર્તમાન.
છે વ્યાખ્યાન ૧૦ છે.
वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ના ભા. વ. ૭
મંગળવાર તા. ૧૬-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે –
આ સંસારમાં દરેક જીવ પિતાની બુદ્ધિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. સ્પર્શની, રસની, ગંધની, રૂપની, શબ્દની ચાહના તે બુદ્ધિના અંગે. તેમાં કેટલાકની બુદ્ધિ પશમથી હેય ને કેટલાકની અનુભવ જન્ય હોય. બેયથી આ જીવ અનુભવ કરે છે. ક્ષયોપશમ અને અનુભવથી આ જીવ અનાદિકાળથી પ્રવૃત્તિ કરે છે.