SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આગમત બાર વાગી જાય પછી એકની શરૂઆત ગણે ભલે એક સેકંડ વધારે થઈ તે પણ સાઈઠમાં એક સેકંડ બાકી છે તે બાર કહો. બારના છેલ્લા સેકંડના સમયમાં એકની શરૂઆત નથી, પણ બારમાના અંત પછી એકની શરૂઆત. જ્યાં સુધી આ ગતિ શરીર અંગોપાંગ ઉદયમાં છે ત્યાં સુધી આ ભવ. ત્યારે આને છોડવાનું કયારે ? તે આના છેડા પછી-ભવના સંપૂર્ણ ભેગવટા પછી. ભવ પછી ક્યારે કહી શકીએ. તે આ ભવના પુરેપુરા સમયે ગવાય તેની ગતિ જાતિ શરીર બધું ભેગવાય ત્યારે કહીએ છીએ. આ બધું છોડવાનું આગલા ભવના પહેલે સમયે છોડતાની સાથે આગલા ભવનું આયુષ્ય હાજર. આગલા ભવનું આયુષ્ય થયું એટલે દેવતા થઈ ગયે. અહિ છૂટકારા સાથે નારક દેવ થયા ગણાય તે જ જઈને નારક દેવમાં ઉપજનારે થયે. અહિના છૂટવા સાથે જે ન થયે હેય તે ઉપજતું નથી. પહેલા ભવને ત્યાગ કરીને તે આગળ જાય માટે આ વસ્તુ જણાશે કે દેવ દેવપણે, નારકી નારકીપણે, મનુષ્ય મનુષ્યપણે અને તિર્યંચ તિર્થ ચપણે ઉપજે છે. જેને દેવનું આયુષ્ય, નારકીનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય ઉદયમાં આવવા માંડયું હોય તેને જ દેવ, નારકી, મનુષ્ય, તિયચમાં ઉપજવાનું થાય. આવું છતાં પણ છેડે ત્યારે કેવું છડે? દુનિયામાં ક્ષય-ઘસારાને ભય ડગલે ને પગલે રહે છે પણ ભવભવ સર્વથા ક્ષય તેને ડર ક્યારે આવે. હજી ક્ષય-ઘસારાને નિશ્ચય વૈદ દ્વારા થાય, પણ સ્વયં થતું નથી. પરંતુ ક્ષયથી ઘસારાના દઈથી શરીર નબળું પડયું. તે જે નિશ્ચય તે વૈદના આધારે. તેને માટે વૈદના વચનેને નિશ્ચય જોઈએ. પણ આ સર્વથા છોડવામાં કેનો નિશ્ચય જોઈએ? તેમાં વૈદ હકીમ તે કોઈને પૂછવું પડે તેમ નથી. નિશ્ચિત છે એટલું જ નહિ વાધર તૂટે છે એટલું જ નહિ પણ ભેંસે જાય છે. ત્યાં શું થાય? સાધન જાય છે ને તેનાથી મેળ વેલું પણ જાય છે. ત્રણ પાપમમાં મેળવી મેળવી ઢગલે કર્યો, પણ જ્યાં નીકળવાનું થયું ત્યાં બધું છેડી દેવાનું! આવતા ભવથી નવેસર મેળવવાનું. ક્ષેત્ર છેડી દેવું, સાધન મેળવેલું છેડી દેવું.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy