SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું નીતિને રસ્તે લઈ જઈ શકાય નથી કે લઈ જઈ શકાતું નથી, તે જગતના પ્રવાહને કાયિકદમન વિના નીતિને રસ્તે ચલાવવું એ અશકય જ છે. વળી આપણે પ્રત્યક્ષ અનુભવથી જોઈ શકીએ છીએ કે કરોડો નિશાળે, કરોડો માસ્તરે અને કરોડે પુસ્તક અનીતિ રોકવાનું શિક્ષણ પામવા માટે યોજાયેલાં છે, છતાં તે નિશાળો વગેરેની હયાતીમાં કરોડો મનુષ્ય ને શિક્ષા, શિક્ષક અને શિક્ષણીયની ભણતરની રીતિને નહિ ગણકારતાં અનીતિને રસ્તે જાય છે. તે આવા શાન્ત પ્રચારથી જે અનીતિને છેડે નહિ, અને અનીતિને આદરે ત્યારે તેઓને કાયિક દમનની શિક્ષા કરી તે દ્વારા દમન કરવા પડે તે સ્વાભાવિક જ છે. આ જગપર એકવાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ભગવાન શ્રી ઋષભદેવજી જેમ પ્રજાપાલક રાજા માત્ર અનીતિને દૂર કરવા ઉપરજ મુખ્ય ધ્યેય રાખે છે, તેમ અનીતિના નિવારણ ઉપર જ યવાળા છે. કેટલાક લોકો જેમ અનીતિને નિવારવામાં દંડની જ મુખ્યતા ગણે માત્ર દંડને રાજ્યનું તેજ ગણાવે છે, તેમ ભગવાનનું ધ્યેય દંડ ઉપર હતું નહિ તેમજ દંડને એક રાજ્યતેજ તરીકે ગણાવનાર કે ગણનાર નહોતા, અને તેથી આગળ જણાવ્યા પ્રમાણે શિક્ષકવર્ગમાં પણ તેઓએ વિભાગે કરેલા છે. શિક્ષકવર્ગના વિભાગોને કમ અને વિભાગની સંખ્યા આપણે ઉપર જોઈ ગયા છીએ કે ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેકથી રાજ્યગાદી ઇન્દ્રમહારાજ અને તે વખતના સર્વ યુગલિક મનુષ્ય તરફથી મળવાથી તેઓને અનીતિના નિવારણ માટે તથા નીતિની પ્રવૃત્તિ કરવા માટે શિક્ષકવર્ગ કહે કે શિક્ષકજાતિ કહે પણ એને ઉત્પન્ન કરવાની જરૂર જણાઈ, ભગવાન શ્રી ઋષભદેવજીએ પિતે શિક્ષકવર્ગ જે ઉત્પન્ન કર્યો તે માત્ર તેમની જ નિશ્રાવાળો હતો, અને તેથી તે શિક્ષકવર્ગ જે પ્રજાના હૃદયમાં આવી પડતા અનીતિકારોના તેને રૂઝવનારો હોવાથી ક્ષત્રિય કહેવાય અને પહેલવહેલે જુદી જાતિરૂપે ઓળખાયે.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy