________________
८२
આગમત એકી સાથે અમલ કર્યા છતાં જ્યારે શુદ્ધિ નથી થતી. ત્યારે તે દેના કારણભૂત વસ્તુઓને ત્યાગ કરે કે તે દેશમાં પ્રવર્તાવાવાળા કાયાને વ્યાપાર અટકાવી દે, એમ કરીને પણ સામાન્ય રીતે કાયિકદમનની જ શરૂઆત કરાય છે.
આત્મીય કાર્યમાં પ્રવતેલાને પણ માત્ર એટલું વિવેક અને વ્યુત્સ જેવું જ કાયિક દમન કરવાથી સર્વ દેની નિવૃત્તિ થતી માની નથી. પણ વિશેષપણે અને સજજડ કાયિક દમનરૂપ તપશ્ચર્યામાં પણ તેઓને જવું પડે છે. અર્થાત્ આત્માર્થીને પણ કાયિકદમનથી આત્માના દેને દૂર કરવાનું ધારે છે અને તેથી અશનાદિ આહારના ત્યાગરૂપ તપશ્ચર્યાને પાપને કિનાર કે પાપને નાશ કરનાર તરીકે ગણે છે.
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજકીય દમનના નિયમમાં જ્યારે કાયાના સાંસારિક વ્યાપાર રોકવાની કે કાયિક મહેનત કરવાની ફરજ પાડવામાં આવેલી હોય છે, પણ આહાર ઉપરને ત્યાં પણ કાબુ મેલવામાં આવતું નથી, પણ આત્મીય દેના દમનના માર્ગમાં પ્રવવાવાળા મહાત્માઓ તે ખુદ હાજત તરીકે ગણાતા અને જીવનરૂપ એવા આહારદિના રથની શિક્ષાને પણ પ્રવર્તાવે છે અને આચરે છે, અને તે પણ એટલે સુધી કે જે જે કાલે જે જે તપસ્યા જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગણાતી હોય ત્યાં સુધી તે તે કાલના ગુન્હાઓની સજામાં પરમ કાષ્ટા રાખે છે.
ભગવાન શ્રી ઋષભદેવજીના કાલે બાર માસની સ્થિતિ ભૂખ સહન કરવા માટે નક્કી કરાઈ હતી અને અજિતાદિ બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ માસની અને ભગવાન મહાવીર મહા. રાજનાં શાસનમાં છ માસ સુધીની તપસ્યા જે રાખી છે, તે વિચારવાથી સ્પષ્ટ થશે કે આત્માર્થીઓ પણ આત્માના દેને પણ રોકવા કાયિક દમનની જરૂરીઆત ગણે છે, તે પછી જગતને પ્રવાહ કે જેમાં ઘણે હેટ ભાગ અણસમજવાળે છે, તેને કાયિક દમન સિવાય દમી શકાય જ નહિ.
આ વાત ન સમજી શકાય તેમ નથી કે કાયિક દમનનાં ભયંકર કેરડા ફરવા છતાં જે જગત પ્રવાહ અનીતિને રસ્તેથી વાળી