________________
૮૦
આગમત દેની સજા ખમવાની તૈયારી નથી હોતી તેથી જ શિક્ષક વર્ગની ખાસ જરૂર છે.
વળી જ્યારે સજાથી ગુન્હાને ડર થાય છે, ત્યારે સજા ન થઈ હોય ત્યાં સુધી સજાથી ગુન્હાને ડર રહે છે. પણ એકાદ બે વખત સજાના સંગે થઈ જાય છે, પછી સજાને ડર ગુન્હેગારના હૃદયમાં રહેતા નથી, અને તેથી જ કેદની તરફ દષ્ટિ કરતા જે ઘણું મહેટી સંખ્યામાં સજા ખમનારા પ્રાયે જુના સજા પામેલા જ જણાય છે, તેને ખુલાસો થશે કેટલીક વખત તે સજા ખમનાર એવી સ્થિતિમાં આવી જાય છે કે તે ગુન્હાને બદલે કરાતી સજા તેને ગુન્હેગારીને બદલે છે, એવા રૂપે અસર ન કરતાં તે સજાનું સ્થાન જ છે, તે તરફ ખેંચનાર થાય છે
આ બધી સ્થિતિ સજાના ભયથી ગુન્હાની દુષ્ટતા ગણવાને લીધે થાય છે. પણ ગુન્હાની સ્વયં દુષ્ટતા સમજાવવામાં આવે તે આ સ્થિતિ થતી નથી. ગુહા રેકવા શિક્ષાની જરૂર
આ ઉપર જણાવેલી અપેક્ષાએ કાયદમનવાળી શિક્ષકવર્ગની થએલી ઉત્પત્તિ અગ્ય કેમ ન ગણાય? એમ કહેનારને કહી શકીએ કે ગુન્હાની દુષ્ટતા સમજી ગુન્હ ન કરે એ સર્વથા ઈષ્ટ જ છે, અને સજાની દુષ્ટતાથી ગુન્હાઓ ટાળવાની રીતિ એટલી બધી સારી નથી. પણ જગતમાં જ્યારે હાકાર આદિ નીતિથી પણ ગુન્હાઓનું નિવારણ કરતાં ગુન્હાઓની દુષ્ટતા સમજ્યા છતાં પણ કષાય, ઇન્દ્રિય, સંગ, સ્વાર્થ પ્રાધાન્ય અને દ્વેષની લાગણીઓથી દેરવાઈ જાય અને તે એટલે સુધી કે વાચિક દમનના માર્ગને પણ ગણકારે નહિ તેવા વખતે તે ગુન્હાઓની પ્રવૃત્તિને રોકવા માટે કાયિક દંડના માર્ગની પ્રવૃત્તિ સિવાય બીજો કોઈ રસ્તે જ રહેતું નથી. માટે તેને વખતે શિક્ષકવર્ગની ઉત્પત્તિ કર્યા સિવાય પ્રજાના હિતૈષીને ચાલતું જ નથી. એવે વખતે જે કે ગુન્હાના ડરથી ગુન્હાની અટકાયત તેવી ઉત્તમ પ્રકારની હોવા છતાં ગુન્હાઓની ઉત્પત્તિ અટકાવવા માટે સજાનું સર્જન કરવું જ પડે છે.
આ કારણથી ભગવાન શ્રી ઋષભદેવજીને સજાની ભીતિ દ્વારા ગુન્હાઓની અટકાયત કરવાની જરૂર જણાઈ. જેમ નાના બાળકો સમજણને યે હેતાં નથી અને તેથી તેઓને હલકી એવી પણ