________________
૫૨
આગમ પત વિદ્યમાન રાજ્યની વૃદ્ધિમાં ગર્ભ પ્રભાવ
આ સર્વ કહેવાનું તત્વ એટલુંજ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું ત્રિશલાદેવીની કુક્ષિએ આવવું થયું, ત્યારે મહારાજા સિદ્ધાર્થ એ એક સમર્થ રાજા હતા. છતાં તેમના રાજ્યમાં રિદ્ધિ, સમૃદ્ધિ અને રાજ્યને ચળકતે વિસ્તાર તે ગભ કાલના છ મહિનામાં એટલે બધે થશે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલા મહારાણથી તે વિસ્તાર પિતાને કે પિતાના રાજ્યના અન્ય મનુષ્યના ઉદ્યમથી થયે છે એવું માની શકાયું જ નહિ, અને અદશ્યપણે કઈક ચમત્કારી પુરુષને પુણ્યપ્રભાવ છે એમ માનવાની જરૂર પડી અને અન્વયવ્યતિરેકથી તે સર્વ વૃદ્ધિનું કારણુ ભગવાન મહાવીર મહારાજ કે જેઓ ચૌદ સ્વપ્નાની સાથે ગર્ભમાં આવેલા છે તેમને જ તે વૃદ્ધિના કારણ તરીકે માનવા તરફ દેરાયા.
તે ધન, ધાન્યાદિ અને રાજ્યઋદ્ધિની સ્થિતિ શ્રી સિદ્ધાર્થ મહારાજાને એટલી બધી નિશ્ચયવાળી અને લાગણી ખેંચનારી લાગી કે જેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના જન્મ પછી બારમે દિવસે સકલ મિત્રમંડળ, કુટુંબીજન, સંબંધી અને સર્વ જ્ઞાનકુલના ક્ષત્રિયેની આગળ તે વૃદ્ધિ કે જે બધાઓની જાણમાં આવેલી હતી, તેને અનુવાદ કરી, તે વૃદ્ધિના કારણ તરીકે ભગવાન મહાવીર મહારાજનું ગર્ભમાં આવવું જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તે ઉપકારને સર્વ મિત્રમંડળઆદિ સમક્ષ જાહેર કરી તે ઉપકારને ચિરસ્મરણીય બનાવવા વર્ધમાન એવું નામ સ્થાપન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને તે પ્રમાણે વર્ધમાન એવું નામ સ્થાપન કર્યું. રાજ્યાદિ વૃદ્ધિદ્વારાએ પરે પકારીપણું
અર્થાત્ દ્રવ્યઉપકારની અપેક્ષાએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે ગર્ભદશાથી પણ ઉપકારપરંપરા કરવામાં કે થવામાં નિમિત્તપણું લીધું છે, એમાં બે મત થઈ શકે તેમ નથી જ, આ રીતે