________________
આગમ જ્યોત કેવલ પિતાના આત્માને બચાવનાર મૂક કેવલી જ થાય.
એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક વાસ્તવિક સમ્યગ્દર્શનને પામેલા છ જેટલે વીર્યઉલ્લાસ પિતાના આત્માને ચાર ગતિથી બચાવવા તે ચારે ગતિના બ્રમણના કારણભૂત આરંભપરિગ્રહ, વિષય-અને કષાયને હેયપણે ધારવામાં અને છાંડવામાં વિચારવાળા અને ઉદ્યમવાળા થાય છે, પણ પિતે જે સંસારનું વૃક્ષ રેપીને પુત્રપુત્રીઆદિકરૂપ જે વેલાઓ વધારેલા છે, તેને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયને ત્યાગ કરાવવા માટે કે તે ચારેને ત્યાગ કરે તે જ હિતકર છે, એવું સમજાવવા માટે ઉલ્લાસવાળા થઈ શકતા નથી, તેવા જ પિતાના સમ્યક્રવના પ્રભાવે છે કે બીજા ભવે મેક્ષ પણ પામી શકે, તે પણ તે મેક્ષ પામવાના ભાવમાં પણ બીજાને ઉદ્ધાર નહિ કરનારા એટલે મૂકકેવલી અથવા અંતકૃતકેવલી થઈને જ મોક્ષ સાધે છે. ગણધરપદને પામનાર ની સ્થિતિ
પણ તેવા મૂક કેવકીને જીવે કરતાં કેટલાક સમ્યગ્દષ્ટિ જીવે ઘણું શુદ્ધ પરિણતિવાળા હોય છે અને તેથી તેઓ એવા વિચારવાળા હોય છે કે ચંદનાદિ સુગંધી વસ્તુઓ જે પિતાની પાસે આવેલાને પણ સુગંધ અર્પણ ન કરે, તે ખરેખર તેમના ચંદનાદિપણને લાંછન લાગે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સંસારથી વિરક્ત બનેલે હોય, તે અન્ય જીવોને તે શું પણ પિતાના સંબંધમાં આવનારા માતાપિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, ભગિની, વેપારી, આડતિયે, નેકર, ચાકર, મિત્ર, કુટુંબી વિગેરેને જે આરંભ, પરિગ્રહ અને વિષયકષાયના હેયપણને સમજાવે નહિ કે તેને ત્યાગ કરાવે નહિ તે ખરેખર તે ઉચ્ચ સમ્યગ્દષ્ટિપણાના સમ્યગ્દર્શનને તે શેતું જ નથી.
મારે આખા જગતને ઉદ્વરવાનું ન બને તે પણ મારા ઉપર જણાવેલા સમસ્ત સંબંધીઓને તે ઉદ્ધાર કરવો જ જોઈએ. આવી