________________
રક
આગમ ચેત જ રીતે પૌગલિક ઈષ્ટ સંયોગના સ્થાનભૂત મનુષ્યગતિ અને દેવગતિરૂપ સદ્ગતિએથી પણ વિરક્તપણું ધરાવતે જ હોય, અને તેથી જ શાસ્ત્રકારે સમ્યક્ત્ત્વના લક્ષણને અંગે નિર્વેદ નામનું લક્ષણ જણાવતાં ચારે ગતિથી સમ્યગ્દષ્ટિને ઉદ્વેગ હોવું જોઈએ એમ જણાવે છે.
પણ વિરાપણું આ નિવેદ ના
રામ
સવેગાદિ ચિહ્નો સમ્યકત્વ સાથે નિયમિત કે નહિ?
જે કે આ નિર્વેદ, સંવેગ વિગેરે લક્ષણ એટલે લિંગે છે અને સમ્યકત્વ એ લિંગી એટલે સાધ્ય છે, અને તેથી જેમ ધૂમાડારૂપ લિંગ ન હોય તે પણ અગ્નિરૂપી લિંગી એટલે સાધ્ય હોઈ શકે છે, તેમ નિર્વેદ, સંવેગ આદિ પણ સમ્યકત્વના લિંગ હોવાથી તે નિર્વેદ, સંવેગ આદિ ન હોય તે પણ સમ્યકત્વ હોઈ શકે અગર નિર્વેદ, સંવેગ માત્રના અભાવ માત્રથી સમ્યકત્વને અભાવ ન કહી શકાય, પણ તે માત્ર સમ્યક્ત્વ થયા પછી જેમ કૃષ્ણ આદિક અશુભ લેશ્યાઓને ઉદય નિરનુબંધ એટલે પરંપરા વધારવા વગરને હેય છે, તેમ નિર્વેદ, સંવેગ આદિને અભાવ કથંચિત નિરનુબંધપણે સમ્યફરવવાળામાં હોય, તે પણ મુખ્યતાએ તે એમ કહી શકીએ કે સંજ્ઞી અને શ્રોતા એવા સમ્યગ્દષ્ટિઓને સંવેગ, નિવેદઆદિક લિંગેની આવશ્યક્તા છે.
કોઈ પણ ગતિ મેળવવાની અભિલાષાને અભાવ
છતાં તેની આવશ્યક્તાને અંગે બે મત માનીએ તે પણ જેમ અગ્નિ હોય ત્યાં ધૂમાડાને નિયમ નથી એ વાત ખરી, પણ ધૂમાભાવની માફક જલીયત્વ તે અગ્નિની સાથે હોય જ નહિ, તેવી રીતે અહીં દેવ કે મનુષ્યગતિની તેના સુખની અપેક્ષાએ અભિલાષા સમ્યક્દષ્ટિને સાધ્યપણાવાળી હોયજ નહિ.