________________
વર્ષ-૫, ૬-૧
જે અર્થ અને કામને જેનશાસ્ત્રકારની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તે તે જિનશાસ્ત્ર પરસ્પર વિરૂદ્ધઅર્થને કથન કરનારૂં થાય. પણ જૈનશાસનની એ ખૂબી છે કે તેમાં પરસ્પરવિરૂદ્ધ-અર્થનું કથન હતું જ નથી, અને તેથીજ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે “જૂantÊssઘવિઘક્તિઃ ' એટલે આગળ પાછળના પદાર્થોમાં વિધરહિતપણું હેવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે. અર્થાત અર્થ અને કામની હેયતા માનીએ તે જ જિનશાસનની પ્રામાણિકતા રહે.
એટલે ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વગીકરણના હિસાબે છે, પણ ઉપાદેયતાના નથી. આ ઉપરથી “
કિરાણામંતળ” ઈત્યાદિ વાકયે માત્ર ધર્મની ઉપાદેયતા અન્યોએ પણ સ્વીકારી છે, એટલું જ સિદ્ધ કરવા પૂરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તે “ન તં વિના જ અવતર્થધામ એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધર્મની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે તે કેઈપણ પ્રકારે જનદષ્ટિને કે અધ્યાત્મવાદને અનુકૂળ થઈ શકે તેમ નહિ.
કદાચિત બાહ્યદષ્ટિવાળાને માર્ગપ્રવેશને માટે પ્રાથમિકદષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું કરવાલાયકપણું હોય તે પણ ઉપદેશકોએ તો અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાયજ નહિ, અર્થાત્ અર્થ અને કામના વિષયને સમગ્ર અધિકાર મુખ્યતાએ તે હેયજ હોય, છતાં કેઈક જગાએ અનુવાદ કરવા લાયક જણાય છે તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તે તે બે ગણાય જ નહિ.