SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ હયાત અને તેના સાધને માટે પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને માસ તરીકે ગણાયા છે. એ ઉપરથી સ્પષ્ટ સાબિત થશે કે આત્માની સિદ્ધિને અતુ લક્ષીને ચાલનારાએ બાહ્ય સુખ અને તેના સાધનની અસારતા અને વિપાકકટુકતા ગણીને હેય તરીકે જ ગણે, અને ધર્મની ઉપાદેયતા પણ માત્ર આત્મીયસુખની સિદ્ધિને કારણે પૂરતી જ સમજે અને તેથી કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ “તુજીના એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે. ધમની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ વાસ્તવિક રીતે સ્વતંત્રપણે નથી, પણ માત્ર તે મેક્ષના કારણ તરીકેજ ઉપાદેય છે અને તેથી જ શાસકાર “જો તાજી એમ જણાવી સ્પષ્ટપણે ધર્મ જેનું અપર નામ ગ છે તેની ઉપાદેયતા મેક્ષના કારણ તરીકે જણાવે છે. એટલે કે ખુદ ધમની ઉપદેયતા પણ સવતંત્રપણે નથી પરંતુ મેક્ષના કારણુપણાને અંગેજ છે, અર્થાત્ આત્મીયસુખના કારણે પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગેજ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તે પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જંજરથી જકડનાર અને ચતુર્ગતિના ચકકરમાં રખડાવનાર એવા બાહ્ય સુખ અને તેના સાધને તે ઉપાદેય તરીકે ગણવાના હોય જ કેમ? અને બાહ્ય સુખ અને તેના સાધને કોઈપણ અંશે શાસ્ત્રકારો ઉપાદેય તરીકે ગણતા હોત તો “વવા મgurrશો જળ” કહી પાંચ પ્રકારના વિષયના ઉપગે બાહાસુખને જવાનું જણાવત નહિ તેમજ તે બાહ્યસુખને કરનારા વિના સાધન તરીકે ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “arat gurદાશો મળ” અર્થાત સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવાલાયક કે ધારણ કરવાલાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેતા નહિ.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy